રોહિત બન્યો ઘમંડી, 209 રન બનાવવા છતાં યશસ્વીને નહીં પરંતુ આ ગુજરાતી ખેલાડીને ગણાવ્યો બીજા દિવસનો ગેમ ચેન્જર…

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાજેતરમાં વિશાખાપટ્ટનમ ખાતે બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ ટેસ્ટ મેચના પ્રથમ બંને દિવસો તાજેતરમાં પૂર્ણ થયા છે. ભારતીય ક્રિકેટ ટીમે હાલમાં આ મેચમાં દબદબો બનાવી રાખ્યો હોય તેવું કહી શકાય છે. આ મેચ છેલ્લે સુધી કટોકટીની સ્થિતિમાં પણ જોવા મળી શકે છે. બીજો દિવસ પૂર્ણ થયા બાદ રોહિત શર્માએ એક મહત્વનું નિવેદન પણ આપ્યું છે.

બીજી ટેસ્ટ મેચની ટૂંકમાં વાત કરીએ તો ભારતે પ્રથમ બેટિંગ કરતી વખતે 396 રન બનાવ્યા હતા ત્યારબાદ હાલમાં ઇંગ્લેન્ડની ટીમે 253 રન બનાવ્યા છે. ભારત પાસે હાલમાં 143 રનની લીડ છે. હવે ભારતીય ટીમ ફરી એક વખત બીજા દાવની બેટિંગ કરતી જોવા મળી છે. આ મેચમાં યશસ્વીએ 209 રન બનાવ્યા છે છતાં પણ રોહિતે બીજા દિવસ બાદ આ ગુજરાતી ખેલાડીને ગેમ ચેન્જર ગણાવ્યો છે.

રોહિતે ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે યશસ્વીએ ભલે 209 રન બનાવ્યા પરંતુ આ ગુજરાતી ખેલાડી અસલી ગેમ ચેન્જર છે. તેના સારા પ્રદર્શનના કારણે જ આજે ઇંગ્લેન્ડ સામે મજબૂત સ્થિતિ બની છે. તે ફરી એક વખત ભારતીય ટીમને મેચ જીતાડતો જોવા મળી શકે છે. હાલમાં તે અસલી હીરો સાબિત થયો છે. તો ચાલો આપણે જાણીએ કે આ ગુજરાતી સ્ટાર ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે રોહિતે મેચ પૂર્ણ થયા બાદ જસપ્રીત બુમરાહના ખૂબ વખાણ કર્યા છે. તેણે જણાવ્યું હતું કે જસપ્રિત બુમરાહે આજે પોતાની 15.5 ઓવર દરમિયાન 45 રન આપ્યા હતા અને 6 વિકેટ લીધી હતી. તેની મહત્વની 6 વિકેટના કારણે ઇંગ્લેન્ડની ટીમ પણ ઓલ આઉટ થઈ છે. બીજી તરફ સતત દબાણ બનાવવામાં પણ સફળ રહ્યા છીએ. તેના કારણે જ ગેમ ચેન્જ થઈ છે.

રોહિતે વધુમાં જણાવ્યું કે બુમરાહ ફરી એક વખત યોર્કર બોલર તરીકે સફળ રહ્યો છે. તેણે આજે પાંચ મેડન ઓવર પણ ફેંકી હતી. તેની સાથે અન્ય ઘણા બોલરો પણ સફળ સાબિત થયા છે. જેના કારણે ભારતીય ટીમ હાલમાં 143 રનની લીડ પકડતી જોવા મળી છે. હવે ત્રીજો અને ચોથો દિવસ દરેક બેટ્સમેનો માટે ખૂબ જ અગત્યનો સાબિત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *