રોહિતે કરી જાહેરાત, યશસ્વી કે ગિલ નહીં પરંતુ આ ખેલાડી પ્રથમ ટેસ્ટ મેચમાં કરશે ઓપનિંગ…

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 25 જાન્યુઆરીથી પ્રથમ ટેસ્ટ મેચની શરૂઆત થવાની છે. હાલમાં આ મેચ માટે તમામ ભારતીય ખેલાડીઓ હૈદરાબાદ ખાતે આવી પહોંચ્યા છે અને પ્રેક્ટિસ શરૂ કરવામાં આવી છે. આ પાંચ મેચોની સિરીઝ તમામ યુવા ખેલાડીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાની છે. પ્રથમ ટેસ્ટ મેચ શરૂ થાય તે પહેલા એક અન્ય મહત્વપૂર્ણ સમાચાર પણ સામે આવ્યા છે.

ભારતીય ટીમની ઓપનિંગ જોડીની વાત કરીએ તો છેલ્લા બે વર્ષમાં ઘણા બદલાવો થયા છે. રોહિતે ઘણાં ખેલાડીઓને તક આપી છે. છેલ્લા ઘણા સમયથી રોહીતની સાથે યશસ્વી ઓપનિંગ કરતો જોવા મળ્યો છે પરંતુ યશસ્વી તાજેતરમાં પ્રેક્ટિસ દરમિયાન ઇજાગ્રસ્ત થયો છે. આવી સ્થિતિમાં કોણ ઓપનિંગ કરશે તે જાણવાનું રહેશે. આ લિસ્ટમાં હાલમાં સૌથી ઉપર આ ખેલાડીનું નામ આવ્યું છે.

યશસ્વીના સ્થાને ગીલ ઓપનિંગ કરવા માટે મોટો દાવેદાર છે પરંતુ તે નંબર ત્રણ પર બેટિંગ કરવાનો છે. આવી સ્થિતિમાં યશસ્વીના સ્થાને આ સુપર સ્ટાર ખેલાડીને હવે ફરી એક વખત ઓપનર તરીકે મેદાને ઉતારવામાં આવશે. અત્યાર સુધી તે ઓપનિંગ કરીને ઘણા રન બનાવી ચૂક્યો છે. જેથી હવે તેને તક આપવામાં આવશે. તો ચાલો આપણે જાણીએ કે આ ભારતીય સ્ટાર ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે ભારતીય સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલ ફરી એક વખત રોહિત સાથે ઓપનિંગ કરતો જોવા મળી શકે છે. ભારતીય ટીમ પાસે કેએસ ભરતના રૂપમાં વિકેટ કીપરનો બેસ્ટ ઓપ્શન છે. જેથી રાહુલને હવે ઉપરના ક્રમ પર મોકલવામાં આવશે. યશસ્વીની ગેરહાજરીમાં તે ફરી એક વખત ઓપનિંગ કરીને મોટા સ્કોર બનાવી શકે છે અને વાપસી કરી શકે છે. તેના માટે આ સોનેરી તક ગણી શકાય છે.

રાહુલ ઓપનિંગ કરશે તો મિડલ ઓર્ડરના ખેલાડીઓને મોટો ફાયદો થઈ શકે છે કારણ કે રાહુલ પહેલેથી પીચ પર ટકી રહેવાની કળા ધરાવે છે અને તે સ્કોર પણ બનાવે છે. જેથી ફરી એક વખત ભારતીય ટીમની બેટિંગ લાઇન મજબૂત જોવા મળશે. હાલમાં જ આ સમગ્ર મામલો સામે આવ્યો છે. પ્રથમ મેચમાં જ જીત મળે તેવી આશા રહેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *