રિષભ પંતની આ હરકતથી દિનેશ કાર્તિકને થાત મોટી ઇજા, આ રીતે બચાવ્યો જીવ… – જુઓ વીડિયો

આઇપીએલ 2021ના બીજા તબક્કામાં ગઈકાલે દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં કોલકાતાએ દિલ્હીને હરાવીને ટોપ ફોરમાં પોતાનું સ્થાન બનાવી રહ્યું છે. આ મેચ દરમિયાન એક મોટી દુર્ઘટના ટળી હતી.

દિલ્હી કેપિટલ્સની ઇનિંગ દરમિયાન રિષભ પંતની છોકરમતના કારણે કેકેઆરના વિકેટકીપર દિનેશ કાર્તિકને મોટી ઇજા થાત. પરંતુ તેના નસીબ સારા હતા કે તે કેટલાક ઇંચના અંતરથી બચી ગયો.

સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો, 17મી ઓવરમાં પંતે બોલને સ્ટમ્પ પર જતો રોકવા માટે એટલા જોરદાર અંદાજથી બેટ વીંઝ્યું કે તેના વારથી બચવાના ચક્કરમાં દિનેશ કાર્તિક ગબડી પડ્યો હતો. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

આ ધટના જોઈને બોલર વરૂણ ચક્રવર્તીની સાથે ચાહકોની આંખો પણ પહોળી થઈ ગઈ. વરૂણ ચક્રવર્તીના પહેલા બોલને ઋષભ પંત ડ્રાઇવ કરવા માંગતો હતો. પરંતુ બોલ બેટના નીચેના ભાગ સાથે ટકરાઈ સ્ટમ્પ તરફ જવા લાગ્યો હતો.

સ્ટમ્પ તરફ જતા બોલને પકડવા માટે દિનેશ કાર્તિક આગળ આવ્યો હતો. તે જ સમયે રિષભ પંતે પાછળ જોયા વગર એટલી ઝડપે બેટ ફેરવ્યું કે, દિનેશ કાર્તિક પાસે સમય જ ન રહ્યો કે તે પાછળ જઈ શકે અને તે પોતાનો જીવ બચાવવા માટે ત્યાં જ ગબડી પડ્યો હતો.

આ ઘટના બાદ સ્પોર્ટ્સ સ્પિરીટ પણ જોવા મળી હતી. રિષભ પંતે તેની માફી માંગી હતી. આ મેચમાં કોલકાતા નાઇટ રાઇરર્સે દિલ્હી કેપિટલ્સને ત્રણ વિકેટે માત આપી હતી. આ મેચમાં મેન ઓફ ધ મેચનો એવોર્ડ સુનિલ નારાયણને આપવામાં આવ્યો હતો.

જુઓ વીડિયો :-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *