રિષભ પંત ટીમ ઇન્ડિયામાંથી થશે બહાર, જાણો કોની થશે એન્ટ્રી…

સાઉથ આફ્રિકા સામેની ત્રણ મેચની વનડે સિરીઝમાં ભારતીય ટીમ પ્રથમ મેચમાં આફ્રિકા સામે હારી ગઈ છે. હાલમાં ઇન્ડિયા 1-0થી સિરીઝમાં પાછળ ચાલી રહી છે. ભારતીય ટીમને જીતવા માટે બાકીની બંને મેચ જીતવી ખૂબ જરૂરી છે. પ્રથમ વનડે મેચમાં હારનું કારણ બનેલા ભારતીય ખેલાડીઓને ટીમમાંથી બહાર કરવામાં આવશે.

આફ્રિકા સામેની વનડે સિરીઝ માટે રોહિત શર્માની ગેરહાજરી હોવાને કારણે કેએલ રાહુલને કેપ્ટન બનાવવામાં આવ્યો છે અને જસપ્રીત બુમરાહને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ભારતીય ટીમને આફ્રિકા સામે પ્રથમ વનડે મેચમાં જ 31 રને હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમ બીજી વનડે મેચમાં મજબૂત પ્લેઇંગ ઇલેવન સાથે મેદાનમાં ઉતરશે અને મેચ જીતવાનો પ્રયત્ન કરશે.

પ્રથમ વનડે મેચમાં હાર માટે ઘણા ખેલાડીઓ જવાબદાર છે. પરંતુ આજે એક એવા ખેલાડીની વાત કરી કે જે ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો હતો. પરંતુ મર્યાદિત ઓવરની ક્રિકેટમાં તે સતત ફ્લોપ સાબિત થઇ રહ્યો છે. હવે સમય આવી ગયો છે કે તેના સ્થાને કોઈ અન્ય ખેલાડીને તક આપવામાં આવે અને જેથી ટીમનો ભાર ઓછો થાય.

ભારતીય વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત ટેસ્ટ ફોર્મેટમાં સારું પ્રદર્શન કરી રહ્યો હતો. આફ્રિકા સામેની છેલ્લી ટેસ્ટ મેચમાં તેણે સદી ફટકારી હતી. પરંતુ વનડે અને ટી 20 ફોર્મેટમાં સતત ફ્લોપ સાબિત થઇ રહ્યો છે. આવી સ્થિતિમાં તેના સ્થાને ભારતીય વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશનને તક મળી શકે છે. 23 વર્ષનો આ ખેલાડી જબરદસ્ત બેટિંગ કરે છે.

ઇશાન કિશન એક ખતરનાક બેટ્સમેન છે. તેને ટી 20 અને વનડેમાં ડેબ્યુ કરતી વખતે અડધી સદી ફટકારી હતી. ઈશાન કિશનને રોહિત શર્માનો ફેવરિટ ખેલાડી માનવામાં આવે છે. આ ઉપરાંત આગામી સિરીઝમાં રોહિત પણ પરત ફરશે તો આ ખેલાડી કાયમી જગ્યા બનાવી શકે છે. ઈશાન કિશન પંતની જેમ યુવા ખેલાડી છે અને મર્યાદિત ઓવરમાં તે અસરકારક સાબિત થઈ શકે છે.

પ્રથમ વનડે મેચમાં શિખર ધવન અને વિરાટ કોહલીએ સારો સ્કોર કરીને ટીમને આગળ વધારવાની શરૂઆત કરી હતી. પરંતુ ત્યારબાદ અચાનક રિષભ પંત આઉટ થતાં ટીમ ઈન્ડિયાનો મિડલ ઓર્ડર ખરાબ રીતે નિષ્ફળ ગયો હતો. આવી રીતે ફ્લોપ જવાને કારણે આગામી મેચમાં તેના સ્થાને ઈશાન કિશનને સ્થાન આપવામાં આવશે. આ ખેલાડી ભારતીય ટીમમાં લાંબા સમય સુધી રમી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *