ફુલટોસ બોલ પર રિષભ પંતે એક હાથે લગાવ્યો ગગનચુંબી છગ્ગો… – જુઓ વીડિયો

આઇપીએલ 2021માં લીગ સ્તેજની તમામ મેચો પૂર્ણ થયા બાદ રવિવારના રોજ ચેન્નઇ સુપરકિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે સેમિફાઇનલ-1 રમાઇ હતી. જેમાં ચેન્નઇ સુપરકિંગ્સે દિલ્હી કેપિટલ્સને 4 વિકેટે હરાવી આઈપીએલમાં નવમી વખત ચેન્નઇ સુપરકિંગ્સે ફાઇનલમાં જગ્યા બનાવી છે.

મેચ ની વાત કરીએ તો ચેન્નઇ સુપરકિંગ્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલા બેટિંગ કરવા માટે ઉતરેલી દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 172 રન બનાવ્યા હતા. જેમાં પંતે 35 બોલમાં 51 રનની જબરદસ્ત ઇનિંગ રમી હતી.

પંતે આ ઇનિંગ દરમિયાન 86 મીટરનો એક ગગનચુંબી છગ્ગો શાર્દુલ ઠાકુરને ફટકાર્યો હતો. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. રિષભ પંત આ મેચમાં સારી લયમાં જોવા મળ્યો હતો. જે ભારતીય ટીમ માટે પણ એક સારી નિશાની કહી શકાય કારણ કે આઈપીએલ બાદ તરત જ ટી-20 વર્લ્ડ કપ શરૂ થવા જઇ રહ્યો છે.

રિષભ પંત અવારનવાર એક હાથે છગ્ગો મારતો રહે છે. પરંતુ આ વખતે તેણે તો ફુલટોસ બોલને પણ છગ્ગામાં તબદીલ કર્યો હતો. ઇનિંગની 16મી ઓવર ફેંકવા માટે શાર્દુલ ઠાકુર આવ્યો હતો. તેની એક ફૂટબોલને રિષભ પંતે એક હાથે મેદાનની બહાર ફેંકી દીધો હતો.

રિષભ પંતે એક હાથે લગાવેલો આ છગ્ગો 86 મીટરનો હતો. આવું કંઈ પહેલી વખત નથી બન્યું. રિષભ પંત અવારનવાર આ પ્રકારનો શોર્ટ મારતો રહે છે. રિષભ પંતની આ ઇનિંગ દરમિયાન જબરદસ્ત શોર્ટ મારવાના ચક્કરમાં તેના હાથમાંથી બેટ છૂટી ગયું હતું. જેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી.

આ ઉપરાંત આ મેચમાં રિષભ પંતે કેપ્ટન તરીકે ઇતિહાસ બનાવ્યો છે. રિષભ પંત કોઇ પણ આઇપીએલમાં પ્લેઓફમાં ટીમની કેપ્ટનશીપ કરનાર સૌથી યુવા કેપ્ટન બની ગયો છે. રિષભ પંતની ઉંમર માત્ર 24 વર્ષ છે અને તેની કેપ્ટનશીપ હેઠળ દિલ્હી કેપિટલ્સે રવિવારે પ્લેઓફ મેચ રમી હતી.

જુઓ વીડિયો :-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *