વિરાટ કોહલી માટે ચિંતાનો વિષય બન્યો રિષભ પંત, બીજી ટેસ્ટ મેચમાં આ ખેલાડી કાપશે તેનું પત્તું…
ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામે ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝ રમી રહી છે. પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ ટેસ્ટ મેચના પ્રથમ દિવસ દરમિયાન ભારતીય બેટ્સમેનોએ ખૂબ સારું પ્રદર્શન કરીને મેચને ભારત તરફ ઝુકાવી દીધી છે.
આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન જોતા એવું લાગતું હતું કે ભારતીય ટીમનો સ્કોર 400 સુધી જશે. પરંતુ બીજે દિવસે વરસાદના કારણે સંપૂર્ણ રમત ધોવાઇ ગઇ હતી અને ત્રીજા દિવસે ભારતીય ટીમ 327 રનમાં ઓલ આઉટ થઇ હતી. ઘણા બેટ્સમેનો પોતાને સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા હતા.
તમને જણાવી દઇએ કે પ્રથમ દિવસે સારી બેટીંગ કરનાર ભારતીય ટીમ ત્રીજા દિવસે પોતાની છેલ્લી 7 વિકેટ માત્ર 49 રનમાં ગુમાવી દીધી હતી. કેએલ રાહુલ અને અજિંક્ય રહાણેના આઉટ થયા બાદ એક પણ ખેલાડી મેદાન પર ટકી શક્યો નહીં. નિષ્ફળ રહેલા બેટ્સમેનોમાં ભારતના વિકેટકીપર રિષભ પંતનું નામ પણ સામેલ છે.
ભારતીય ટીમનો વિકેટકીપર રિષભ પંત માત્ર 8 રન બનાવીને આઉટ થયો હતો. રિષભ પંત સતત ખરાબ શોર્ટ રમી રહ્યો હતો. રિષભ પંતનું ફોર્મ વિરાટ કોહલી માટે માથાનો દુખાવો છે. આવા પ્રદર્શનને ધ્યાનમાં રાખીને વિરાટ કોહલી બીજી ટેસ્ટ મેચમાં પંતને બહારનો રસ્તો દેખાડી શકે છે. તેના સ્થાને કોઇ અન્ય ખેલાડીને તક મળી શકે છે.
કોહલી બીજી ટેસ્ટ મેચમાં પંતના સ્થાને રિદ્ધિમાન સાહાને તક આપી શકે છે. સાહાએ તાજેતરમાં ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ ખેલાડી બીજી ટેસ્ટ મેચમાં રિષભ પંતના સ્થાને ઉતરીને સફળ સાબિત થઇ શકે છે. ઇંગ્લેન્ડ સામેની સિરીઝમાં પણ પંત ફ્લોપ રહ્યો હતો તો તેને બહાર રાખવામાં કંઇ ખોટું નથી.
પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે કેએલ રાહુલ 123 રન અને અજિંક્ય રહાણે 48 રન બનાવીને આઉટ થયા હતા. ત્યારબાદ એક પણ ખેલાડી રમી શક્યો ન હતો. ભારતીય ટીમ 327 રને ઓલઆઉટ થઇ ગઇ હતી. દક્ષિણ આફ્રિકાનો બોલર લૂંગી એનગીડીએ ભારતના બેટ્સમેનોને ધડાધડ આઉટ કર્યા હતા. તેણે 71 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. આવી રીતે પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમનો સ્કોર 327 રન પર પહોંચી શક્યો હતો.