અશ્વિને ક્લીન બોલ્ડ થયા પછી પણ લીધું રીવ્યુ અને પછી થર્ડ અમ્પાયરના નિર્ણય પહેલા જ પહોંચ્યો પેવેલિયન… – જુઓ વીડિયો

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો ગયા બાદ હવે મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ રમાઇ રહી છે. બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમની શરૂઆત સારી રહી હતી. પરંતુ 80 રનના સ્કોર પર ભારતીય ટીમે લગાતાર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ મયંક અગ્રવાલે જબરદસ્ત સદી ફટકારી ટીમ ઇન્ડિયાની વાપસી કરાવી હતી.

બીજા દિવસની શરૂઆત ભારતીય ટીમ માટે ખરાબ રહી હતી. બીજા દિવસની બીજી ઓવરમાં એજાઝ પટેલે સતત બે બોલમાં બે વિકેટ લઇ ન્યૂઝીલેન્ડની વાપસી કરાવી હતી. એજાઝ પટેલે રિદ્ધિમાન સાહાને 27 અને રવિચંદ્રન અશ્વિનને 0 રને આઉટ કર્યા હતા. આ સાથે જ એજાઝ પટેલે પોતાની પાંચ વિકેટ પૂરી કરી હતી.

આ મેચમાં જ્યારે એજાઝ પટેલે અશ્વિનને પહેલા જ બોલ પર આઉટ કર્યો ત્યારે અશ્વિનની પ્રતિક્રિયા થોડી હાસ્યજનક હતી. અશ્વિન ક્લીન બોલ્ડ થતાં તેણે તરત જ રીવ્યુ લીધું હતું. અશ્વિનને લાગ્યું કે તે કેચ આઉટ થયો છે. તેથી તેણે રીવ્યુની માંગ કરી હતી. પરંતુ જ્યારે તેને ખબર પડી કે તે ક્લીન બોલ્ડ થયો છે. ત્યારે તે થર્ડ અમ્પાયરના નિર્ણયની રાહ જોયા વગર જ પેવેલિયન પહોંચી ગયો હતો.

પહેલી ઇનિંગની 72મી ઓવરમાં એજાઝ પટેલે સ્ટમ્પ પર બોલ ફેંક્યો હતો. જેને ડિફેન્સ કરવા માટે અશ્વિન ગયો હતો. પરંતુ બોલ પડ્યા બાદ બહારની તરફ નીકળ્યો હતો. બોલને ડિફેન્સ કરવામાં અશ્વિન અસફળ રહ્યો હતો અને બોલ ઓફ સ્ટમ્પ સાથે ટકરાઇને વિકેટકીપર બ્લંડેલના હાથમાં ગયો હતો. ત્યારબાદ તેઓ જશ્ન બનાવવા લાગ્યા હતા.

પરંતુ અશ્વિનને લાગ્યું કે તે કેચ આઉટ થઇ ગયો છે. તેથી તેણે તરતજ રિવ્યુની માંગ કરી હતી. પરંતુ જ્યારે તેણે સ્ટમ્પ વિખેરાયેલા જોયા ત્યારે તે સમજી ગયો કે તે કેચ આઉટ નહીં પરંતુ ક્લીન બોલ્ડ થયો છે, અને પછી તે થર્ડ અમ્પાયરના નિર્ણયની રાહ જોયા વગર જ પેવેલિયન પહોંચી ગયો હતો.

મુંબઇમાં જન્મેલા ન્યૂઝીલેન્ડના ખેલાડી એજાઝ પટેલે આ મેચમાં શાનદાર બોલિંગ કરી હતી. તેણે પહેલી ઇનિંગમાં ભારતીય ટીમના દસેદસ ખેલાડીઓને આઉટ કરી દીધા હતા. આવું કરનાર તે વિશ્વનો માત્ર ત્રીજો ખેલાડી બન્યો છે. જેણે ટેસ્ટ ક્રિકેટની એક ઇનિંગમાં 10 વિકેટ પોતાના નામે કરી હોય. આ પહેલા આ કારનામું અનિલ કુંબલે અને જીમ લેકરે કરી બતાવ્યું હતું.

જુઓ વીડિયો :-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *