રૈના જેવા સ્ટાર ખેલાડીઓને પડતા મુકી આ બે યુવા ખેલાડીઓને કરોડો આપીને કર્યા રીટેન, જાણો વિગતે…

આઇપીએલ 2022 પહેલા મેગા ઓક્શન થશે તે પહેલા તમામ ટીમોએ રિટેન કરેલા ખેલાડીઓના લિસ્ટ જાહેર કર્યા છે. ઘણી બધી ટીમો દ્વારા ધણા બધા અનુભવી ખેલાડીઓને બહાર કરી દેવામાં આવ્યા છે. અમદાવાદ અને લખનઉ એમ બે નવી ટીમો આઇપીએલ 2022માં ટ્રોફી જીતવા માટે મેદાનમાં ઉતરશે. ચેન્નઇ સુપરકિંગ્સે ટોટલ ચાર ખેલાડીઓને રીટેન કર્યા છે.

સુરેશ રૈના, ફેફ ડુ પ્લેસીસ, સેમ કરન, ડેરેન બ્રાવો, અંબાતી રાયડુ, દીપક ચહર, તાહીર જેવા સ્ટાર ખેલાડીઓને પડતા મૂક્યા છે. ચેન્નઇ સુપરકિંગ્સે ફર્સ્ટ પ્લેયર તરીકે રવિન્દ્ર જાડેજાને 16 કરોડ રૂપિયા આપીને રિટેન કર્યો છે. જ્યારે મહેન્દ્રસિંહ ધોની સૌથી અનુભવી ખેલાડી હોવા છતાં પણ જાડેજાને વધારે રૂપિયા આપીને ટીમે રીટેન કર્યો છે.

ચેન્નઇ સુપરકિંગ્સે મહેન્દ્રસિંહ ધોનીને બીજા પ્લેયર તરીકે 12 કરોડ રૂપિયા આપીને રીટેન કર્યો છે. ત્યારબાદ મોઇન અલીને 8 કરોડ અને ઋતુરાજ ગાયકવાડને 6 કરોડ રૂપિયા આપીને રિટેન કર્યા છે. આ ચારેય ખેલાડીઓને ચેન્નઇ સુપરકિંગ્સે રીટેન કર્યા છે. જ્યારે ઘણા બધા દિગ્ગજ ખેલાડીઓને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે.

સુરેશ રૈના, બ્રાવો, રાયડુ અને ડુ પ્લેસીસ જેવા ખેલાડીઓને બે ટીમ સમક્ષ પસંદગી માટે મુકાશે અને જો પસંદગી નહીં થાય તો હરાજી થશે. ચેન્નઇ સુપરકિંગ્સમાં રૈના, જાડેજા અને ધોનીની જોડી ઘણા વર્ષો બાદ તૂટી ગઇ છે. આગામી સિઝનમાં ઘણા બધા યુવા ખેલાડીઓને ચેન્નઇ સુપરકિંગ્સમાં ધોનીની કેપ્ટનશીપ હેઠળ રમવાનો મોકો મળશે.

મહેન્દ્રસિંહ ધોનીએ શેન વોટ્સનના સ્થાને ઋતુરાજ ગાયકવાડને ઓપનિંગ કરવાનો મોકો આપ્યો હતો. આ ખેલાડીએ ગઇ આઈપીએલમાં ખૂબ જ સારું પ્રદર્શન કરીને ઓરેન્જ કેપ પોતાના નામે કરી હતી. તેણે ગઇ આઇપીએલમાં એક સદી અને પાંચ અર્ધસદી સાથે 635 રન બનાવ્યા હતા.

મોઇન અલીને આઇપીએલ 2021ના ઓક્શનમાં ચેન્નઇ સુપરકિંગ્સે 7 કરોડ રૂપિયા આપીને ખરીદ્યો હતો અને તેણે જબરદસ્ત પ્રદર્શન કરી બતાવ્યું હતું. તે મિડલ ઓવરમાં ટીમને મજબૂતાઇ આપે છે. ચેન્નઇ સુપરકિંગ્સ માટે આ ખેલાડી ઘણો અગત્યનો છે. તેથી તેને આ વખતે 8 કરોડ રૂપિયા આપીને રીટેન કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *