રવિન્દ્ર જાડેજાની થઈ એન્ટ્રી, અક્ષર પટેલ નહીં પરંતુ ગેમ ચેન્જર બનેલ આ ઘાતક ખેલાડી ત્રીજી મેચમાંથી થશે બહાર…

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 15 ફેબ્રુઆરીથી રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમ ખાતે ત્રીજી ટેસ્ટ મેચ રમાવાની છે. હાલમાં બંને ટીમોના તમામ ખેલાડીઓ રાજકોટ ખાતે આવી પહોંચ્યા છે અને મેદાન પર સતત પરસેવો પાડતા આવ્યા છે. તેઓએ તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દીધી છે. ત્રીજી મેચ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે પરંતુ આ પહેલા એક અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે.

પ્રથમ બંને ટેસ્ટ મેચમાં આપણે જોયું હતું કે ભારતીય ટીમના ઘણા ખેલાડીઓ ઇજાગ્રસ્ત થયા હતા. રવિન્દ્ર જાડેજાની વાત કરીએ તો તે પ્રથમ ટેસ્ટ મેચમાં ઇજાગ્રસ્ત થયો હતો. જેથી તેને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યો હતો. હાલમાં તે રમવા માટે ફીટ થયો છે. જેથી તેને સ્થાન મળ્યું છે. તે પ્લેઇંગ ઇલેવનમાં રમશે તે નક્કી છે. આવા કારણોસર તેના અવતાની સાથે જ આ ઘાતક ખેલાડીને બહાર કરવામાં આવશે.

રવિન્દ્ર જાડેજાના આવતાની સાથે જ અક્ષર પટેલ બહાર થાય તેમ છે પરંતુ અક્ષરને બહાર કરવામાં આવશે નહીં. જાડેજાના આવતા જ આ ગેમ ચેન્જર રહેલા ખેલાડીને બલીનો બકરો બનાવવામાં આવશે. આ પહેલા પણ તે આવી રીતે ઘણી વખત જાડેજાના કારણે બહાર થઈ ચૂક્યો છે. તે હાલમાં સેટ થયો હતો પરંતુ હવે દયા રાખવામાં આવશે નહીં. તો ચાલો આપણે જાણીએ કે આ ભારતીય ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે ભારતીય સ્ટાર સ્પિનર કુલદીપ યાદવને હવે ફરી એક વખત બહાર થવું પડી શકે છે. અશ્વિન અને અક્ષર હોવાના કારણે તેની જગ્યા રહેતી નથી. કુલદીપે બીજી ટેસ્ટ મેચમાં ચાર વિકેટ લીધી હતી અને ગેમ ચેન્જ કરી હતી. તે ગેમ પલટો કરીને મેચ જીતાડવા માટે પહેલેથી જાણીતો છે પરંતુ તેનું સ્થાન ખૂબ જ મુશ્કેલ છે. હવે ફરી એક વખત તેને બહારનો રસ્તો બતાવવામાં આવશે.

કુલદીપ યાદવ ભારતીય ટીમના ત્રણેય ફોર્મેટમાં તબાહી મચાવે છે પરંતુ ટેસ્ટ ફોર્મેટમાં તેના સ્થાન માટે હંમેશા ખતરો ઉભો થાય છે. ભારતીય ટીમ ફરી એક વખત મોટા બદલાવો સાથે મેદાને જોવા મળશે. ત્રીજી, ચોથી અને પાંચમી મેચ બંને ટીમો માટે ખૂબ જ અગત્યની રહેશે.ભારતીય ટીમ પહેલા દિવસથી જ જીત મળે તેવા પ્રયત્નો કરશે. પસંદગીકારો પણ યુવા ખેલાડીઓ પણ નજર રાખી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *