આફ્રિકા સામેની વન-ડે સીરીઝમાં આ ઘાતક ખેલાડીએ કાપ્યું રવિન્દ્ર જાડેજાનું પત્તું…

હાલમાં ભારતીય ટીમે આફ્રિકા સામેની ત્રણ મેચની ટેસ્ટ સીરીઝમાં પ્રથમ ટેસ્ટ મેચ જીતીને ઇતિહાસ રચ્યો છે. પ્રથમ ટેસ્ટ મેચ જીતીને 1-0ની લીડ મેળવી છે. ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝ પૂર્ણ થયા બાદ 19 જાન્યુઆરીથી ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામે ત્રણ વન-ડે મેચ રમશે. બીસીસીઆઇ દ્વારા વન-ડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે.

આફ્રિકા પ્રવાસ શરૂ થઇ તે પહેલાં જ ભારતીય ટીમના બેટ્સમેન રોહિત શર્મા ઇજાગ્રસ્ત થયો હોવાથી ટીમમાંથી બહાર થયો છે. આવી સ્થિતિમાં તેના સ્થાને વન-ડે સિરીઝમાં કેએલ રાહુલને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત વાઇસ કેપ્ટનની જવાબદારી જસપ્રીત બુમરાહને સોંપવામાં આવી છે. ઘણા યુવા ખેલાડીઓને આ સિરીઝમાં તક આપવામાં આવી છે.

ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા છેલ્લા ઘણા સમયથી ઇજાને કારણે બહાર થયો છે. ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ઇજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ જાડેજા ભારતીય ટીમમાંથી બહાર થયો છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ મુશ્કેલીમાં મુકાઇ હતી. પરંતુ હાલમાં આફ્રિકા સામેની વનડે સિરીઝમાં તેના સ્થાને આ ઘાતક યુવા ઓલરાઉન્ડર ખેલાડીને સામેલ કરવામાં આવ્યો છે.

તમને જણાવી દઇએ કે આ ખેલાડી વેંકટેશ ઐયર છે. છેલ્લા કેટલાક સમયથી સારું પ્રદર્શન કરીને આ ખેલાડીએ વિશ્વભરમાં પોતાનું નામ બનાવ્યું છે. વેંકટેશ ઐયર બોલિંગ ઉપરાંત બેટિંગમાં પણ નિષ્ણાંત છે. આ ખેલાડી મેચ ફીનિશર્સ તરીકે જાણીતો છે. સાઉથ આફ્રિકા સામેની વનડે સિરીઝમાં આ ખેલાડી તકનો લાભ ઉઠાવીને સારું પ્રદર્શન કરી શકે છે.

કોલકત્તા નાઇટ રાઇડર્સ તરફથી રમતો ઐયર ખતરનાક બેટિંગ અને બોલિંગમાં માહેર છે. કોલકાતા નાઇટ રાઇડર્સને આઇપીએલ 2021ની ફાઇનલમાં લઇ જોવામાં તેની મોટી ભૂમિકા હતી. કોલકાતા નાઇટ રાઇડર્સે આ ખેલાડીને રિટેન કર્યો છે. આ ઉપરાંત વેંકટેશ ઐયર મિડલ ઓર્ડરમાં મોટી ઇનિંગ્સ રમવા માટે પ્રખ્યાત છે. આ સિવાય તે ઓપનિંગ પણ કરી શકે છે.

વેંકટેશ ઐયરે વિજય હજારે ટ્રોફીમાં પણ ઘણી અજાયબીઓ કરી હતી. તેણે 6 મેચોમાં 319 રન બનાવ્યા હતા અને 9 વિકેટ પણ લીધી હતી. આ ખેલાડી ફિલ્ડિંગમાં પણ નિષ્ણાંત છે. આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાના સ્થાને વેંકટેશ ઐયર મિડલ ઓર્ડર સંભાળી શકે છે. વેંકટેશ ઐયરની સાથે શિખર ધવન અને વોશિંગ્ટન સુંદરની પણ વાપસી થઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *