ગુજરાત સામેની મેચ જીતવા માટે રવિન્દ્ર જાડેજા ઉતારશે તેનું સૌથી મોટું હથિયાર…

આઇપીએલ 2022ની શરૂઆતની મેચોમાં જબરદસ્ત માહોલ જોવા મળી રહ્યો છે. આ વર્ષે તમામ ટીમો પ્લેઓફમાં પહોંચવા માટે અત્યારથી જ સારી રન રેટથી મેચો જીતવા પ્રયત્ન કરી રહી છે. ચેન્નાઇ સુપરકિંગ્સની વાત કરીએ તો આ ટીમે રવિન્દ્ર જાડેજાની કેપ્ટનશીપ હેઠળ પ્રથમ ચાર મેચમાં હાર મેળવી હતી, પરંતુ તાજેતરમાં રમાયેલી બેંગ્લોર સામેની મેચમાં જીત મેળવી છે.

અત્યાર સુધી ચાર વખત ચેમ્પિયન રહેલી આ ટીમ માટે આ સીઝનની શરૂઆત ખૂબ જ નબળી રહી છે. રવિન્દ્ર જાડેજાએ પ્રથમ જીત મેળવ્યા બાદ રાહતનો શ્વાસ લીધો છે. ચેન્નાઇ સુપરકિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રવિવારના રોજ મેચ રમાવાની છે. આ મેચમાં રવિન્દ્ર જાડેજા ફરી જીત મેળવવા ઇચ્છે છે. આવી સ્થિતિમાં તે મોટા ફેરફારો કરી શકે છે.

ગુજરાત સામેની મેચમાં કેપ્ટન રવિન્દ્ર જાડેજા જીત મેળવવા માટે તેનું મજબૂત હથિયાર મેદાને ઉતારી શકે છે. આ વિસ્ફોટક ખેલાડી પોતાની ઘાતક બોલિંગ માટે જાણીતો છે. આ ઉપરાંત તેઓ ઓછા રન આપીને વધુ વિકેટ લેવાની ક્ષમતા ધરાવે છે. ગુજરાત સામેની મેચમાં તે ઘાતક સાબિત થઇ શકે છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

ચેન્નાઇ સુપરકિંગ્સનો ફાસ્ટ બોલર ક્રિસ જોર્ડન તેના પ્રદર્શનમાં સતત નિષ્ફળ સાબિત થઇ રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી ટીમ દ્વારા તેને તક આપવામાં આવી રહી છે, પરંતુ તે વિકેટ લેવામાં સફળ રહ્યો નથી. તાજેતરમાં રમાયેલી બેંગ્લોર સામેની મેચમાં પણ તે વિકેટ લઇ શક્યો નહોતો. આ ઉપરાંત તેણે 2 ઓવરમાં 20 રન આપ્યા હતા.

સતત ફ્લોપ સાબિત થવાને કારણે કેપ્ટન રવિન્દ્ર જાડેજા આ ખેલાડીને આવનારી મેચમાં સ્થાન આપશે નહીં. તેનાં સ્થાને ડવેન પ્રિટોરિયસની વાપસી થઇ શકે છે. આ ખેલાડી પોતાની ઘાતક બોલિંગ માટે જાણીતો છે. સાઉથ આફ્રિકાનો આ ખેલાડી ટી-20 ફોર્મેટમાં જબરદસ્ત પ્રદર્શન કરી ચૂક્યો છે. તેણે અત્યાર સુધીમાં 20 મેચમાં 23 વિકેટ પોતાના નામે કરી છે.

ગુજરાત સામેની મેચમાં જીત મેળવવા માટે રવિન્દ્ર જાડેજા આ મોટો ફેરફાર કરીને મેદાને જોવા મળી શકે છે. રવિન્દ્ર જાડેજાને શરૂઆતની મેચમાં ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો, પરંતુ હવે તેણે જીત મેળવવાની શરૂઆત કરી છે. હવે પછીની બધી મેચો જીતીને આ ટીમ પ્લેઓફ સુધી પહોંચી શકે છે અને ટ્રોફી પણ જીતી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *