આફ્રિકા પ્રવાસે રવિન્દ્ર જાડેજાનું પત્તું કાપશે આ ઘાતક ખેલાડી…
હાલમાં ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝ રમી રહી હતી. તેમાં ટી 20 સિરીઝમાં ત્રણેય મેચમાં જીત મેળવ્યા બાદ ટેસ્ટ સિરીઝમાં પણ 1-0 થી જીત મેળવી હતી. ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચના છેલ્લા દિવસે ભારતીય ટીમને જીત માટે 5 વિકેટની જરૂર હતી, તે આજે સવારે સરળતાથી હાંસલ કરીને 372 રને ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું. જે ભારતની સૌથી મોટી જીત છે.
ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝ દરમિયાન ભારતના ઘણા બધા ખેલાડીઓ ઇજાગ્રસ્ત થયા હતા. રવિન્દ્ર જાડેજા, અજિંક્ય રહાણે અને ઇશાંત શર્મા જેવા ખેલાડીઓ ઇજાને કારણે મેચમાં સ્થાન મેળવી શક્યા ન હતા. ન્યુઝીલેન્ડ સામેની સિરીઝ બાદ ભારતીય ટીમ સાઉથ આફ્રિકાના પ્રવાસે જવાની છે. એવામાં ઇજાગ્રસ્ત ખેલાડીઓના સ્થાને અન્ય ખેલાડીઓને ટીમમાં સ્થાન આપવામાં આવી શકે છે.
ભારતના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડ રવિન્દ્ર જાડેજાની વાત કરીએ તો તે ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં ઇજાગ્રસ્ત થવાના કારણે ટીમમાંથી બહાર થઇ ગયો હતો. રવિન્દ્ર જાડેજા બોલિંગ અને બેટિંગ ઉપરાંત ફિલ્ડિંગમાં પણ જબરદસ્ત પ્રદર્શન કરે છે. છેલ્લા કેટલાક સમયથી તેણે પોતાનું સ્થાન કાયમ કર્યું છે. પરંતુ હવે ભારતીય ટીમમાં ઘણા બધા ઘાતક ઓલરાઉન્ડરો છે કે જે રવિન્દ્ર જાડેજાની જગ્યાએ સ્થાન નિશ્ચિત કરી શકે છે.
ભારતીય ટીમમાં એક એવો ખતરનાક ખેલાડી છે કે જે રવિન્દ્ર જાડેજાનું સ્થાન લઇ શકે છે અને તે ખેલાડી અક્ષર પટેલ છે. અક્ષર પટેલ ધીમે ધીમે પોતાના સારા પ્રદર્શનથી ટીમ ઇન્ડિયામાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી રહ્યો છે. ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ સિરીઝમાં શ્રેષ્ઠ પ્રદર્શન બતાવ્યા બાદ ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં પણ સારું પ્રદર્શન કર્યું હતું. અક્ષર પટેલ બોલિંગની સાથે બેટિંગમાં પણ સારું પ્રદર્શન કરે છે.
આગામી સમયમાં રવિન્દ્ર જાડેજા માટે અક્ષર પટેલ ખતરારૂપ બની શકે છે. રવિન્દ્ર જાડેજા ત્રણેય ફોર્મેટમાં રમનાર ખેલાડી છે. પરંતુ વર્કલોડ વધવાના કારણે ઘણા બધા ખેલાડીઓ ફ્લોપ સાબિત થાય છે. વર્લ્ડ કપ દરમિયાન પણ આખી ટીમ વર્કલોડના કારણે નિષ્ફળ રહી હતી. બીજી તરફ અક્ષર પટેલનું અશ્વિન સાથે સારું પ્રદર્શન જોતા સાઉથ આફ્રિકાના પ્રવાસે રવિન્દ્ર જાડેજાના સ્થાને અક્ષર પટેલને ટીમમાં સ્થાન મળી શકે છે.
ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં અક્ષર પટેલે ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું. ખાસ કરીને ત્રીજી મેચમાં 3 ઓવરમાં 9 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. ન્યૂઝીલેન્ડના તમામ ખેલાડીઓ માત્ર 111 રનમાં ઓલ આઉટ થયા હતા. આ ખેલાડી બોલિંગ ઉપરાંત બેટિંગમાં પણ ચમત્કાર કરે છે. યોગ્ય ક્રમે તેને બેટિંગમાં સ્થાન આપવામાં આવે તો તોફાન પણ સર્જી શકે છે. કોઇપણ કેપ્ટન આવા ખેલાડીઓને ચોક્કસપણે ટીમમાં લેવાનું પસંદ કરશે.