રવિન્દ્ર જાડેજાએ કહ્યું- આ તો રોહિત કરતા પણ ઘાતક નીકળ્યો, તેના કારણે હું બનાવી શક્યો 110 રન…

રોહિત શર્માની આગેવાની હેઠળ ભારતીય ટીમ આજે રાજકોટ ખાતે ઇંગ્લેન્ડ સામે ત્રીજી ટેસ્ટ મેચ રમતી જોવા મળી છે. આ મેચનો પ્રથમ દિવસ તાજેતરમાં પૂર્ણ થયો છે. ભારતીય ટીમના બેટ્સમેનોએ સારુ પ્રદર્શન કરીને પ્રથમ દિવસે જ ઇંગ્લેન્ડની ટીમ પર દબાણ બનાવી રાખ્યું હોય તેવું કહી શકાય છે. પ્રથમ દિવસ પૂર્ણ થયા બાદ રવિન્દ્ર જાડેજાએ એક મહત્વપૂર્ણ નિવેદન પણ આપ્યું છે.

પ્રથમ દિવસની ટૂંકમાં વાત કરીએ તો ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરીને 5 વિકેટે 326 રન બનાવ્યા છે. ગિલ અને યશસ્વી જેવા ખેલાડીઓ શરૂઆતમાં આઉટ થયા ત્યારબાદ રોહિતે શાનદાર બેટિંગ કરી હતી. રોહિતે આજે 131 રન બનાવ્યા છે. તેના કારણે જ ભારતીય ટીમ પીચ પર ટકી શકી હતી છતાં પણ રવિન્દ્ર જાડેજાએ રોહિત કરતાં પણ આ ખેલાડીને ઘાતક ગણાવ્યો છે. આ ઉપરાંત તેને સદીનો શ્રેય આપ્યો છે.

રવિન્દ્ર જાડેજાએ ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે આ ભારતીય ખેલાડી ઘણી સારી બેટિંગ કરતો જોવા મળ્યો છે. તે રોહિત કરતા પણ સારા શોર્ટ રમી રહ્યો હતો. રાજકોટની પીચ પર તે ઘણો સફળ રહ્યો છે. તેના કારણે જ હું 110 રન સુધી પહોંચ્યો હતો. તેણે આજે મને ઘણો સાથ આપ્યો છે. તેણે ગેમ ચેન્જ પણ કરી છે. તો ચાલો આપણે જાણીએ કે આ ભારતીય સ્ટાર ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે રવિન્દ્ર જાડેજાએ તાજેતરમાં સરફરાજ ખાન વિશે ઘણી વાતો કહી છે. તેણે જણાવ્યું હતું કે સરફરાજે આવતાની સાથે જ ધડાધડ બેટિંગ કરી હતી. તેણે આજે 66 બોલમાં 62 રન બનાવ્યા છે. જેમાં 9 ફોર અને 1 સિક્સ ફટકારી છે. તેણે વન-ડે અને ટી-20 ફોર્મેટની જેમ આજે પોતાની ડેબ્યૂ મેચમાં શાનદાર બેટિંગ કરી છે. તે આગામી સમયમાં ઘણા મોટા રેકોર્ડ બનાવી શકે છે.

રવિન્દ્ર જાડેજાએ વધુમાં જણાવ્યું કે સરફરાજનો સાથ મળવાના કારણે જ હું સદી ફટકારી શક્યો છું. વિરોધી ટીમના ખેલાડીઓ દબાણ બનાવી રહ્યા હતા પરંતુ સરફરાજની સારી બેટિંગ ના કારણે અમે ઘણા સફળ રહ્યા છીએ. હવે આગામી બીજો, ત્રીજો અને ચોથો દિવસ ખૂબ જ અગત્યનો સાબિત થઈ શકે છે. આ મેચ રસાકસીમાં પણ જોવા મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *