રવિન્દ્ર જાડેજાએ ખોલ્યું દિલ, કહ્યું- મેં ભલે 3 વિકેટ લીધી પરંતુ આ ગુજરાતી ખેલાડી છે પ્રથમ દિવસનો અસલી ગેમ ચેન્જર…

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાજેતરમાં હૈદરાબાદ ખાતે પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. બંને ટીમોના તમામ ખેલાડીઓ છેલ્લા ત્રણ દિવસથી સતત પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા હતા. પ્રથમ મેચના પ્રથમ દિવસે જ બંને ટીમો દ્વારા ઘાતક પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ મેચ છેલ્લે સુધી કટોકટીની સ્થિતિમાં જોવા મળી શકે છે પ્રથમ દિવસ બાદ રવિન્દ્ર જાડેજાએ એક મહત્વનું નિવેદન પણ આપ્યું છે.

પ્રથમ દિવસની વાત કરીએ તો ઇંગ્લેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરતી વખતે 246 રન બનાવ્યા હતા. ત્યારબાદ હાલમાં ભારતીય ક્રિકેટ ટીમ બેટિંગ કરતી જોવા મળી છે. ભારતીય ટીમના ખેલાડીઓ જબરદસ્ત ફોર્મમાં જોવા મળ્યા છે. આ મેચમાં રવિન્દ્ર જાડેજાએ 3 વિકેટ લીધી હતી અને ગેમ ચેન્જ કરી હતી છતાં પણ તેણે પોતાને નહીં પરંતુ આ ગુજરાતી ખેલાડીને અસલી હીરો ગણાવ્યો છે.

રવિન્દ્ર જાડેજાએ ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે મેં ભલે આજે 3 વિકેટ લીધી પરંતુ આ ગુજરાતી ખેલાડી અસલી ગેમ ચેન્જર છે. તેના આવવાના કારણે દબાણ બન્યું હતું. બીજી તરફ તે પણ સતત વિકેટ લેતો જોવા મળ્યો હતો. આ પહેલા પણ તે ઘણો મહત્વનો સાબિત થઈ ચૂક્યો છે. જેથી તને શ્રેય મળવો જોઈએ. તો ચાલો આપણે જાણીએ કે આ ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે રવિન્દ્ર જાડેજાએ તાજેતરમાં અક્ષર પટેલની બોલિંગ વિશે ઘણી વાતો કરી છે. તેણે જણાવ્યું હતું કે અક્ષરે આજે પોતાની 13 ઓવર દરમિયાન ફક્ત 33 રન આપ્યા હતા અને 2 વિકેટ લીધી હતી. જ્યારે વિકેટની જરૂર હતી ત્યારે તેણે જોની બેરસ્ટોને આઉટ કર્યો હતો. ત્યારબાદ સતત બીજી વિકેટ પણ લીધી હતી. જેના કારણે દબાણ બન્યું હતું અને અમે પણ સફળ રહ્યા છીએ.

રવિન્દ્ર જાડેજાએ વધુમાં જણાવ્યું કે અક્ષર પટેલ ઉપરાંત અશ્વિને પણ ઘણી સારી બોલિંગ કરી છે. તે પણ સફળ રહ્યો છે. આ બંનેના કારણે આજે ઘણો મોટો ફાયદો થયો છે. ભારતીય ટીમની બોલિંગ લઈને ફરી એક વખત વિરોધી ટીમ પર ભારી પડતી જોવા મળી છે. હવે આગામી બીજો અને ત્રીજો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *