રવિન્દ્ર જાડેજાએ ખોલ્યું દિલ, કહ્યું- મેં ભલે 81 રન બનાવ્યા પરંતુ આ ખેલાડી છે બીજા દિવસનો અસલી ગેમ ચેન્જર…

રોહિત શર્માની આગેવાની હેઠળ ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઘર આંગણે હૈદરાબાદ ખાતે ઇંગ્લેન્ડ સામે પ્રથમ મેચ રમતી જોવા મળી છે. આ મેચના પ્રથમ બંને દિવસો તાજેતરમાં પૂર્ણ થયા છે. ભારતીય ટીમ ફરી એક વખત મજબૂત સ્થિતિમાં જોવા મળી હોય તેવું પણ કહી શકાય છે. બીજો દિવસ પૂર્ણ થતાની સાથે જ ભારતીય સ્ટાર ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજા એક મહત્વનું નિવેદન પણ આપ્યું છે.

પ્રથમ મેચની ચર્ચા કરીએ તો ઇંગ્લેન્ડે સૌ પ્રથમ બેટિંગ કરીને 246 રન બનાવ્યા હતા. ત્યારબાદ ભારતીય ટીમે 7 વિકેટ ગુમાવીને હાલમાં 421 રન બનાવ્યા છે. ભારતીય ટીમ પાસે 175 રનની લીડ છે. આ મેચમાં રવિન્દ્ર જાડેજાએ બીજા દિવસે 81 રન પૂર્ણ કર્યા છે. પ્રથમ દિવસે તેણે 3વિકેટ લીધી હતી છતાં પણ હાલમાં તેણે પોતાને નહીં પરંતુ આ ખેલાડીને ગેમ ચેન્જર ગણાવ્યો છે.

રવિન્દ્ર જાડેજાએ ઇન્ટરવ્યુ દરમ્યાન જણાવ્યું હતું કે મેં ભલે 81 રન બનાવ્યા પરંતુ આ ભારતીય ખેલાડી અસલી ગેમ ચેન્જર છે. તેના કારણે જ આજે હું મેચમાં ટકી શક્યો છું અને ભારતનો સ્કોર 400 પ્લસ કયો છે. તેણે ફરી એક વખત ભારતીય ટીમની બેટિંગ લાઇનને મજબૂત બનાવી છે. તેણે આજે ખરેખર સારી બેટીંગ કરીને સ્કોર મોટો બનાવ્યો છે. તો ચાલો આપણે જાણીએ કે આ ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે રવિન્દ્ર જાડેજાએ તાજેતરમાં રાહુલના ખૂબ વખાણ કર્યા છે. રાહુલે આજે 123 બોલમાં 86 રન બનાવ્યા છે. જેમાં તેણે 8 ફોર અને 2 સિક્સર ફટકારી છે. જ્યારે તમામ ખેલાડીઓ આઉટ થઈ રહ્યા હતા જ્યારે રાહુલે પીચ પર ટકવાનું નક્કી કર્યું અને મોટી રમત બતાવી હતી. તેના 86 રનના કારણે હું પણ મોટો સ્કોર બનાવવામાં સફળ રહ્યો છું.

જાડેજાએ વધુમાં જણાવ્યું કે રાહુલ બાદ ભરત પણ 41 રન બનાવતો જોવા મળ્યો હતો. હાલમાં અક્ષરે પણ 35 રન બનાવીને ઘણો સાથ આપ્યો છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ પાસે 175 રનની લીડ થઈ છે. પ્રથમ મેચમાં જ ઘાતક પ્રદર્શન કરીને ભારતીય ટીમે આ સિરીઝમાં દબદબો બનાવી રાખ્યું હોય તેવું કહી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *