રવિચંદ્રન અશ્વિન ત્રીજી મેચ છોડીને ભાગ્યો પોતાના ઘેર, જાણો શું છે કારણ…

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાજેતરમાં રાજકોટ ખાતે ત્રીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચના પ્રથમ બંને દિવસો તાજેતરમાં પૂર્ણ થયા છે. આજથી ત્રીજા દિવસની શરૂઆત થવાની છે. બંને ટીમો માટે ત્રીજો અને ચોથો દિવસ ખૂબ જ અગત્ય પૂર્ણ સાબિત થશે તે નક્કી છે. આ મેચ છેલ્લાં દિવસ સુધી જોવા મળી શકે છે. આ ઉપરાંત હાલમાં એક અન્ય ખરાબ સમાચાર પણ સામે આવ્યા છે.

પ્રથમ બંને દિવસ દરમિયાન આપણે જોયું હતું કે ભારતે પ્રથમ બેટિંગ કરીને 445 રન બનાવ્યા હતા. ત્યારબાદ હાલમાં ઇંગ્લેન્ડની ટીમ 207 રન પર બેટિંગ કરી રહી છે. ભારતીય ટીમને ગઈકાલે બીજા દિવસ દરમિયાન ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. હાલમાં એક અન્ય ખરાબ બાબત સામે આવી છે. ભારતીય સ્ટાર ઓલ રાઉન્ડર રવિચંદ્રન અશ્વિન હાલમાં જ ટીમ છોડીને ઘેર ભાગ્યો છે.

અશ્વિન પહેલેથી બેટિંગ અને બોલિંગ બંનેમાં મહત્વપૂર્ણ રહ્યો છે પરંતુ ત્રીજી મેચની વચ્ચે જે તેણે બીજા દિવસ પૂર્ણ થતાની સાથે જ ઘરે જવાની જાહેરાત કરી છે. તેણે તાત્કાલિક બીસીસીઆઈ પાસે રજા માંગી હતી. આ પાછળ હાલમાં ચોંકાવનારું કારણ પણ સામે આવ્યું છે. તો ચાલો આપણે જાણીએ કે શા કારણે અશ્વિન અચાનક જ ત્રીજી મેચ છોડીને ઘેર પહોંચ્યો છે.

તમને જણાવી દઈએ કે બીસીસીઆઈ દ્વારા ગઈકાલે પ્રેસ દરમિયાન જણાવવામાં આવ્યું હતું કે અશ્વિન હાલમાં પોતાના પરિવારના મેડિકલ ઇમરજન્સીના કારણે ટીમ છોડીને પોતાના ઘેર પહોંચ્યો છે. તેને પૂરેપૂરું સમર્થન કરે છે. તેના પરિવારનું સ્વાસ્થ્ય પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં તેના કઠિન સમયમાં ભારતીય ક્રિકેટ બોર્ડ તેની સાથે છે. આ પણ એક મહત્વપૂર્ણ બાબત ગણી શકાય છે.

અશ્વિન હવે ક્યારે વાપસી કરશે તે જાણવા મળ્યું નથી. તેના કારણે ઘણી મુસીબતનો સામનો કરવો પડી શકે છે. ભારતીય ક્રિકેટ ટીમમાં ફરી એક વખત બદલાવો જોવા મળી શકે છે. હાલમાં શરૂ મેચે કોઈ ખેલાડીને સ્થાન આપવામાં આવશે નહીં તેવું લાગી રહ્યું છે. હાલમાં જ સમગ્ર મામલો સામે આવતા ભારતીય ટીમની ચિંતા પણ વધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *