રજત પાટીદાર પહોંચ્યો પોતાના ઘેર, રોહિતે તાત્કાલિક 23 વર્ષીય આ ઘાતક ખેલાડીને પાંચમી મેચમાં ડેબ્યૂ આપવાની કરી જાહેરાત…

ભારતીય ક્રિકેટ ટીમ રોહિત શર્માની આગેવાની હેઠળ ઇંગ્લેન્ડ સામે પાંચ મેચોની મહત્વપૂર્ણ ટેસ્ટ સિરીઝ રમી રહી છે. આ સિરીઝની છેલ્લી અને પાંચમી મેચ હવે ધર્મશાળા ખાતે રમવાની છે. પ્રથમ ચારેય મેચો પૂર્ણ થયા બાદ ભારતીય સિરીઝમાં જીત મેળવી લીધી છે છતાં પણ પાંચમી મેચ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાની છે. આ પહેલા હાલમાં એક અન્ય બદલાવા અંગે જાહેરાત કરવામાં આવી છે.

ભારતીય ટીમમાં મીડલ ઓર્ડર બેટિંગ લાઇનની વાત કરીએ તો અત્યાર સુધી ઘણા બદલાવો થયા છે છેલ્લા ઘણા સમયથી રજત પાટીદારને તક આપવામાં આવી છે પરંતુ તે નિષ્ફળ રહ્યો છે. બીજી તરફ રાહુલ હજુ સુધી સ્વસ્થ થયો નથી. આવા કારણોસર પાંચમી મેચમાં બંને ખેલાડીઓ બહાર જોવા મળશે અને હાલમાં મળેલ રિપોર્ટ અનુસાર આ સુપરસ્ટાર ખેલાડીને ડેબ્યુ કરવાની તક આપવામાં આવશે.

તાજેતરમાં મળેલ માહિતી અનુસાર રાહુલ અને રજત બંને પાંચમી મેચમાં જોવા મળશે નહીં અને આ સ્ટાર ખેલાડીને છેલ્લી મેચમાં ડેબ્યુ કરવાની તક આપવામાં આવશે ઘરેલુ ક્રિકેટમાં તેનું પ્રદર્શન ખૂબ જ સારું રહ્યું છે. તે અત્યાર સુધી ઘણી સદી ફટકારી ચૂક્યો છે. આવી સ્થિતિમાં હવે 23 વર્ષીય આ ખેલાડીને રમવાની તક આપવામાં આવશે. તો ચાલો આપણે જાણીએ કે ભારતીય સ્ટાર ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે બીસીસીઆઇના સૂત્રના જણાવ્યા પ્રમાણે દેવદત્ત પડિક્કલ ધર્મશાળા ખાતે ડેબ્યૂ કરતો જોવા મળશે. 23 વર્ષીય આ ડાબોડી બેટ્સમેને અત્યાર સુધી 2227 રન બનાવ્યા છે અને 6 સદી ફટકારી છે. તેના નામે અન્ય ઘણા મોટા રેકોર્ડ પણ છે. તે આખરી ક્ષણે રહીને ગેમ પલટો કરવા માટે જાણીતો છે તે ટેસ્ટ ફોર્મેટ માં પહેલેથી ઘાતક સાબિત થતો આવ્યો છે.

દેવદત પડિક્કલ આઇપીએલમાં પણ ઘણું સારું રમી ચૂક્યો છે. તેનામાં દરેક પ્રકારની આવડત રહેલી છે. જેથી હવે તેને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં રમવાની તક આપવામાં આવશે. હાલમાં જ આ સમગ્ર માહિતી સામે આવી છે. ભારતીય ટીમ ફરી એક વખત નવા ખેલાડીઓ સાથે જોવા મળે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. આ મેચ ઘણી મહત્વની સાબિત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *