રાજસ્થાન રોયલ્સનો આ ઘાતક ખેલાડી રમી શકે છે ટી-20 વર્લ્ડકપ, BCCI એ બહાર પાડ્યું ફરમાન…

આઇપીએલ 2021 નું આયોજન યુએઈ ખાતે કરવામાં આવ્યું છે. જે 15 ઓક્ટોબરના રોજ પૂર્ણ થશે. ત્યાર બાદ તરત જ ટી-20 વર્લ્ડ કપ શરૂ થવા જઇ રહ્યો છે. તેને લઈને ભારતીય ટીમે પહેલેથી જ પોતાની 15 સભ્યોની ટીમ જાહેર કરી દીધી છે. પરંતુ આઈપીએલના પ્રદર્શનના આધારે અમુક ખેલાડીઓને આગામી સૂચના સુધી યુએઈમાં જ રહેવાનું કહેવામાં આવ્યું છે.

ટી-20 વર્લ્ડ કપ 2021 17 ઓક્ટોબરથી શરૂ થવા જઇ રહ્યો છે. પરંતુ ભારત પોતાની પ્રથમ મેચ 24 ઓકટોબરના રોજ રમશે. તે પહેલા ભારત 18 અને 20 ઓક્ટોબરના રોજ પોતાની બે પ્રેક્ટિસ મેચ રમશે. જેમાં 18 ઓક્ટોબરના રોજ ભારત ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે અને 20 ઓક્ટોબરના રોજ ભારત દક્ષિણ આફ્રિકા સામે મેચ રમશે.

ભારત પોતાની પ્રથમ મેચ પાકિસ્તાન સામે 24 ઓકટોબરના રોજ દુબઈમાં રમશે. તે પહેલા બીસીસીઆઈ દ્વારા આઈપીએલ 2021 ના પ્રદર્શનના આધારે અમુક ખેલાડીઓને આગામી સૂચના સુધી યુએઈમાં જ રહેવાનું કહેવામાં આવ્યું છે.

આ ખેલાડીઓમાં દિલ્હી કેપિટલ્સના આવેશ ખાનનું નામ આવે છે. આવેશ ખાને આઈપીએલ 2021 માં જબરદસ્ત બોલિંગ કરી છે. તેણે આઈપીએલની આ સીઝનમાં કુલ 23 પોતાના નામે કરી છે. તેના આ જબરદસ્ત પ્રદર્શનને જોતા બીસીસીઆઈએ તેને આગામી સૂચના સુધી યુએઈમાં જ રહેવાનું કહેવામાં આવ્યું છે.

આ ઉપરાંત સંજુ સેમસનની રાજસ્થાન રોયલ્સ ભલે પ્લેઓફમાં સ્થાન બનાવવામાં નિષ્ફળ રહી હોય પરંતુ કેપ્ટન સંજુ સેમસને પોતાની બેટિંગથી સૌ કોઇના મન મોહી લીધા છે. તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે સંજુ સેમસનને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. કારણ કે અગાઉ પસંદ થયેલા કેટલાક ખેલાડીઓ ઈજાઓ અને ખરાબ ફોર્મનો સામનો કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, હાર્દિક પંડ્યા અને રાહુલ ચાહર જેવા ખેલાડીઓ આઈપીએલ 2021 ના બીજા તબક્કામાં કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યા નથી. મળતી માહિતી મુજબ, સંજુ સેમસનને આગામી સૂચના સુધી યુએઈમાં જ રહેવાનું કહેવામાં આવ્યું છે. જ્યારે તેની ટીમ 7 ઓક્ટોબરે જ આઈપીએલમાંથી બહાર થઈ ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *