રૈનાનું પત્તું કપાશે, મેગા ઓક્શનમાં આ 4 ખેલાડીઓને રિટેન કરશે ચેન્નઇ…

આઇપીએલ 2022 પહેલા મેગા ઓક્શન યોજાશે. મેગા ઓક્શન પહેલા દરેક ટીમે પોતાના ચાર રીટેન કરેલા ખેલાડીઓની યાદી સબમિટ કરવાની રહેશે. જેના માટે હવે માત્ર છ દિવસ બાકી રહ્યા છે. આ બધાની વચ્ચે ચેન્નઇ સુપરકિંગ્સના અનુભવી ખેલાડી સુરેશ રૈનાના ભાવિ અંગે ચર્ચા ચાલી રહી છે.

દરેક ફ્રેન્ચાઇઝી માત્ર ચાર ખેલાડીઓની રિટેન કરી શકશે તેથી ફ્રેન્ચાઇઝીને ચાર ખેલાડીઓને જાળવી રાખવાની પરવાનગી સાથે મિસ્ટર આઇપીએલ તરીકે ઓળખાતા સુરેશ રૈનાની ચેન્નઇ સુપરકિંગ્સ માંથી બાદબાકી થઇ શકે છે. ફ્રેન્ચાઇઝના ભવિષ્યને ધ્યાનમાં રાખી આઇપીએલ સ્ટાર ખેલાડી તેમની લિસ્ટમાં ફિટ થઇ રહ્યો નથી.

ચેન્નઇ સુપરકિંગ્સ તરફથી રમતા સુરેશ રૈનાનું પ્રદર્શન આઇપીએલ 2021માં કંઇ ખાસ જોવા મળ્યું ન હતું. તેથી હવે ચેન્નઇ સુપરકિંગ્સ તેને છોડી શકે છે. ચેન્નઇ સુપરકિંગ્સ ભવિષ્યનું વિચારી રહી હોય તો તે યુવા ખેલાડીઓને રિટેન કરી શકે છે. ચેન્નઇ સુપરકિંગ્સ સુરેશ રૈનાને પડતો મૂકી આ ચાર ખેલાડીઓને રિટેન કરી શકે છે.

ચેન્નઇ સુપરકિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને ફ્રેન્ચાઇઝી રિટેન કરે તેમાં કોઇ શંકાને સ્થાન નથી કારણ કે આઈપીએલની શરૂઆતથી ધોની ચેન્નઇ સુપરકિંગ્સની કેપ્ટનશીપ કરતો આવ્યો છે. ધોની આઇપીએલનો સૌથી સફળ કેપ્ટન છે. તેણે અત્યાર સુધીમાં 196 મેચમાં કેપ્ટનશીપ કરી છે. તેમાંથી 116 મેચ જીતનાર સૌથી સફળ કેપ્ટન છે. ધોનીની કેપ્ટનશીપ હેઠળ ચેન્નઇ સુપરકિંગ્સે ચાર વખત ટ્રોફી પોતાના નામે કરી છે.

ઘાતક ઓપનર ઋતુરાજ ગાયકવાડે આઇપીએલ 2021માં ધમાલ મચાવી દીધી હતી. આઇપીએલ 2021માં તે ટીમનો સ્ટાર રહ્યો હતો. તેણે આઇપીએલ 2021માં 16 મેચમાં 635 રન બનાવ્યા હતા. તેના આ ખાસ પ્રદર્શનને જોતા લાગી રહ્યું છે કે ફ્રેન્ચાઇઝી તેને રિટેન કરી શકે છે. આ સિવાય રવિન્દ્ર જાડેજાને ટીમ રિટેન કરી શકે છે. રવિન્દ્ર જાડેજા એકલા હાથે મેચ જીતાડવાની ક્ષમતા ધરાવે છે. તેથી ટીમ તેને રીટેન કરે તેમાં કોઇ શંકાને સ્થાન નથી.

ચેન્નઇ સુપરકિંગ્સ તરફથી રમતા સાઉથ આફ્રિકાના ઘાતક ખેલાડી ધોનીની જેમજ સીએસકેને ખુબજ સારી રીતે જાણે છે. તેથી તેને ટીમ રિટેન કરે તેની સંભાવના વધારે છે. ડુ પ્લેસીને પણ ફ્રેન્ચાઇઝી રિટેન કરી શકે છે કારણ કે તે છેલ્લા ઘણા સમયથી ટીમની સાથે જોડાયેલો છે અને સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે. તેથી ટીમ તેને પણ રિટેન કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *