રાહુલની વાપસીથી આ ઘાતક ખેલાડીની કારકિર્દી ખતરામાં મુકાઇ? હવે નહીં મળે ટીમ ઇન્ડિયામાં સ્થાન…

ભારતીય ટીમમાં ઘણા ખેલાડીઓ પોતાનું સ્થાન નિશ્ચિત કરવા ખૂબ મહેનત કરતા હોય છે. ભારતીય ટીમમાંથી રમવાનું દરેક ખેલાડીનું સપનું હોય છે. રોહિત શર્મા કેપ્ટન બન્યા પછી ઘણા યુવા ખેલાડીઓને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. ખરાબ ફોર્મમાં ચાલતા ખેલાડીઓને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે.

ભારતીય ટીમમાં સ્ટાર ઓપનર કેએલ રાહુલ આ સમયે તેની કારકિર્દીના સર્વશ્રેષ્ઠ ફોર્મમાં છે. આ ઉપરાંત રોહિત શર્મા અને કેએલ રાહુલની જોડી ભારતની સર્વશ્રેષ્ઠ ઓપનિંગ જોડી છે. કેએલ રાહુલે ઇંગ્લેન્ડની ધરતી પર ધુમ મચાવ્યા બાદ દક્ષિણ આફ્રિકા આવતાની સાથે જ પ્રથમ ટેસ્ટ મેચમાં સદી ફટકારી છે. રોહિત અને રાહુલની જોડી ત્રણેય ફોર્મેટમાં હિટ રહી છે.

કેએલ રાહુલના કારણે એક એવો ખેલાડી પણ છે જેને ત્રણેય ફોર્મેટમાં રમવાની તક મળતી નથી. તમને જણાવી દઇએ કે તે ખેલાડી શિખર ધવન છે. એક સમય હતો જ્યારે શિખર ધવનને ટીમ ઇન્ડિયાનો મોટો મેચ વિનર માનવામાં આવતો હતો અને રોહિત શર્માની સાથે તેની જોડી હિટ માનવામાં આવતી હતી.

કેએલ રાહુલના કારણે શિખર ધવનને પસંદગીકારો લાંબા સમયથી એક પણ ફોર્મેટમાં તક આપતા નથી. આ 35 વર્ષીય શિખર ધવનને ટેસ્ટ ઉપરાંત વન-ડે અને ટી 20માં પણ તક મળતી નથી. એની જગ્યાએ રાહુલને વધુ તક આપવામાં આવે છે. હાલમાં ન્યૂઝીલેન્ડ સામેની સીરીઝમાં અને ટી 20 વર્લ્ડકપમાં શિખર ધવનને પસંદ કરવામાં આવ્યો નહોતો.

રોહિત શર્મા અને કેએલ રાહુલે ટેસ્ટ ઓપનર તરીકે પોતાનું સ્થાન નિશ્ચિત કર્યા બાદ શિખર ધવનનું ટેસ્ટ ટીમમાં પુનરાગમન અસંભવ લાગે છે. શિખર ધવન 2018થી ટેસ્ટ ક્રિકેટ રમ્યો નથી અને ત્યારબાદ તેને તક આપવામાં આવી નથી. આ બધું જોઇને સમજી શકાય કે શિખર ધવન માટે ટેસ્ટ ક્રિકેટના દરવાજા બંધ થઇ ગયા છે.

શિખર ધવનના આંકડા ઉપર નજર કરીએ તો તમામ ફોર્મેટમાં તેને ટોચના ખેલાડી તરીકે જોવામાં આવે છે. ટેસ્ટ ક્રિકેટમાં 34 મેચમાં 2300થી વધુ રન બનાવ્યા છે. જેમાં તેણે સાત સદી ફટકારી છે. પણ હવે એવું લાગે છે કે રાહુલની વાપસી થતા શિખર ધવનનું પુનરાગમન થશે નહીં. શિખર ધવન જેવા ઘણા ખેલાડીઓ છે કે જે ખરાબ ફોર્મના કારણે એક વાર બહાર ગયા પછી પરત ફરી શક્યા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *