રાહુલ પણ નહીં રાખે દયા! આ ઘાતક ખેલાડી બીજી વન-ડે મેચમાંથી થશે બહાર…

ભારતીય ટીમને સાઉથ આફ્રિકા સામેની પ્રથમ વનડે મેચમાં 31રને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ભારતીય ખેલાડીઓ પોતાનું પ્રદર્શન બતાવવામાં સતત નિષ્ફળ રહ્યા હતા. ભારતીય ટીમ આ સિરીઝ જીતીને હારનો બદલો લેવા ઇચ્છે છે. પરંતુ પ્રથમ મેચમાં જ ભારતને હાર મળી છે. આવી સ્થિતિમાં બાકીની બંને મેચ જીતવી ભારત માટે ખૂબ અગત્યની છે.

સાઉથ આફ્રિકા પ્રવાસ પહેલા જ ભારતીય ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા ઇજાગ્રસ્ત થવાને કારણે બહાર થયો હતો. આવી સ્થિતિમાં આફ્રિકા સામેની વનડે સિરીઝમાં કેએલ રાહુલને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. કેએલ રાહુલની કેપ્ટનશીપ હેઠળ ભારતે પ્રથમ મેચ હારી છે. બીજી ટેસ્ટ મેચમાં કેપ્ટન કેએલ રાહુલ પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર કરી શકે છે.

પ્રથમ વનડે મેચમાં ઘણા ખેલાડીઓ હારનું કારણ બન્યા છે. ટીમ ઈન્ડિયાની હાર માટે આ ખેલાડી સૌથી મોટો ગુનેગાર સાબિત થયો છે. આ ખેલાડીનું પ્રદર્શન એટલું ખરાબ રહ્યું છે કે ભારતે પ્રથમ વનડે મેચમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી વનડે મેચમાં આ ખેલાડીઓનું પત્તું કપાઇ શકે છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

તમને જણાવી દઇએ કે આ ખેલાડી શાર્દુલ ઠાકુર છે. ઠાકુરે બોલિંગમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું છે. ફાસ્ટ બોલર તરીકે શાર્દુલ ઠાકુર તેના ખરાબ પ્રદર્શનના કારણે ટીમ ઈન્ડિયાનો સૌથી મોટો ગુનેગાર બન્યો છે. બુધવારના રોજ રમાયેલી પ્રથમ વનડે મેચમાં ફાસ્ટ બોલીંગની જવાબદારી તેના પર હતી. પરંતુ તેણે 10 ઓવરમાં 72 રન આપ્યા હતા અને એક પણ વિકેટ લેવામાં સફળ રહ્યો નહીં.

શાર્દુલ ઠાકુરે પ્રથમ વનડે મેચની છેલ્લી ઓવરમાં 16 રન આપ્યા હતા. શાર્દુલ ઠાકુરે બેટ્સમેન તરીકે સારું પ્રદર્શન કર્યું પરંતુ બોલર તરીકે તે કંઇ ખાસ કમાલ કરી શક્યો ન હતો. આવી સ્થિતિમાં ફરી એકવાર આ ખેલાડી બહાર થઇ શકે છે. શાર્દુલ ઠાકુરની બોલિંગમાં કોઇ ગતિ જોવા મળતી નથી. આ ઉપરાંત વિરોધી બેટ્સમેનો તેના બોલ પર આસાનીથી રન બનાવી રહ્યા છે.

શાર્દુલ ઠાકુરના આવા ખરાબ પ્રદર્શનના કારણે બીજી વનડે મેચમાંથી તેનું પત્તું કપાઇ શકે છે. આફ્રિકા સામેની બીજી વનડે મેચમાં શાર્દુલ ઠાકુરના સ્થાને મોહમ્મદ સિરાજને તક મળી શકે છે. 21 જાન્યુઆરીના રોજ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી વનડે મેચ બપોરે બે વાગે શરૂ થવાની છે. ભારતીય કેપ્ટન કેએલ રાહુલ બીજી વન-ડે મેચમાં એક મજબૂત પ્લેઇંગ ઇલેવન ઉતારીને મેચ જીતવા પ્રયત્ન કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *