રાહુલે દિલ જીત્યું, 11 વર્ષના બાળક માટે કર્યું એવું કામ કે ક્રિકેટ જગતમાં લોકો કરી રહ્યાં છે વખાણ…

વિશ્વના તમામ દેશોમાં ક્રિકેટ રમત હાલમાં ખૂબ જ પ્રસિદ્ધ થઇ છે. દરેક ખેલાડીઓ પોતાના દેશની ટીમમાં રમીને સારું પ્રદર્શન કરવા ઇચ્છતા હોય છે. ભારતીય ટીમમાં પણ સચિન તેંડુલકર, વીરેન્દ્ર સેહવાગ, મહેન્દ્રસિંહ ધોની, વિરાટ કોહલી, રોહિત શર્મા જેવા દિગ્ગજ ખેલાડીઓ અત્યાર સુધી ખૂબ જ સારું પ્રદર્શન કરીને ભારતીય ટીમને ટોચ સુધી લઇ ગયા છે.

ભારતીય ઓપનિંગ બેટ્સમેન કેએલ રાહુલની વાત કરીએ તો તે પોતાની જબરદસ્ત બેટિંગથી વિરોધી ટીમને પોતાના દમ પર હરાવે છે. તેણે ભારતીય ટીમ માટે અત્યાર સુધી ખૂબ જ આક્રમક પ્રદર્શન કર્યું છે. આ ખેલાડીને તક મળતાની સાથે જ તેણે ભારતીય ટીમ માટે કેપ્ટનશીપ અને વાઇસ કેપ્ટનશીપ પણ કરી છે. છેલ્લા ઘણા સમયથી તે ઇજાગ્રસ્ત હોવાને કારણે તે ટીમમાં જોવા મળ્યો નથી.

વિશ્વના તમામ ખેલાડીઓ પોતાની રમત સાથે સેવાના કાર્યો પણ કરતા હોય છે. ભારતીય ખેલાડીઓની વાત કરીએ તો ગૌતમ ગંભીર, કેએલ રાહુલ જેવા ખેલાડીઓ માનવતાનું કાર્ય કરીને લોકોના દિલ જીતતા હોય છે. હાલમાં કેએલ રાહુલ દ્વારા એક એવું કામ કરવામાં આવ્યું છે કે જેનાથી વિશ્વ જગતના તમામ દેશોમાં તેનું નામ પ્રસિદ્ધ થયું છે. તો ચાલો જાણીએ તેણે એવું તો શું કાર્ય કર્યું છે.

ભારતીય ટીમનો ઓપનિંગ બેટ્સમેન કેએલ રાહુલ ઇજાના કારણે છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમમાંથી બહાર છે. પરંતુ તે માનવતાનું કાર્ય કરી રહ્યો છે. રાહુલે 11 વર્ષના બાળકની સર્જરી માટે મદદ કરી છે. આ બાળકને તાત્કાલિક બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરાવવાની જરૂર હતી, પરંતુ તેના પરિવાર પાસે 35 લાખ રૂપિયા નહોતા. રાહુલને આ બાળકની સ્થિતિ અંગે જાણ થતાં જ તેણે 31 લાખ રૂપિયાનું દાન કર્યું છે.

વરદ નામના બાળકના માતા-પિતાએ એક એનજીઓ દ્વારા સર્જરી માટે ફંડ એકત્રિત કરવાની શરૂઆત કરી હતી. બાળકમાં પ્લેટલેટ ઓછા હોવાના કારણે તાવમાંથી પણ મુક્ત થવા માટે મહિનાઓ લાગી જતા હતા. આવી સ્થિતિમાં ક્રિકેટર બનવાના પુત્રના સ્વપ્નને જીવંત રાખવા માટે પિતાએ નાણાં એકત્ર કરવાનું શરૂ કર્યું હતું. રાહુલના ડોનેશનથી આ બાળકની સર્જરી સફળ થઇ ચૂકી છે અને તે જલ્દીથી રિકવરી મેળવી રહ્યો છે.

કેએલ રાહુલે જણાવ્યું હતું કે જ્યારે મને વરદની સ્થિતિની જાણ થઇ ત્યારે મારી ટીમે પરિવાર અને એનજીઓનો સંપર્ક કર્યો હતો. અમે શક્ય બને તેટલી મદદ કરી હતી. મારા યોગદાનથી તેને વધારે મદદ મળે તેવી આશા રાખું છું. આવી રીતે ભારતીય ખેલાડીઓ સેવાના કાર્યોમાં પોતાનું મહત્વનું યોગદાન આપીને વિશ્વભરમાં પ્રખ્યાત થતા હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *