રાહુલે ફરી એકવાર આ ઘાતક ખેલાડીને કર્યો નજરઅંદાજ, માનવામાં આવે છે ટીમ ઇન્ડિયાનું ભવિષ્ય…
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે હાલમાં ત્રણ મેચોની વન-ડે સિરીઝ પાર્લ મેદાનમાં રમાઈ રહી છે. પ્રથમ વન-ડે મેચમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. રોહિત શર્માની ગેરહાજરીના કારણે કેપ્ટનશીપની જવાબદારી કેએલ રાહુલને સોંપવામાં આવી છે અને જસપ્રીત બુમરાહને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
આફ્રિકા સામેની પ્રથમ વન-ડે મેચમાં મળેલી હાર માટે ઘણા ખેલાડીઓ જવાબદાર છે. ભારતીય બેટ્સમેનો અને બોલરો પોતાને સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા હતા. પ્રથમ વન-ડે મેચ બાદ ભારતીય ટીમને સિરીઝ જીતવા માટે બાકીની બંને મેચ જીતવી ખૂબ જરૂરી છે. હાલમાં બીજી વન-ડે મેચ રમાઇ રહી છે.
કેપ્ટન કેએલ રાહુલે બીજી વન-ડે મેચમાં ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ મેચમાં રાહુલે ફરી એકવાર આ મજબૂત ખેલાડીની અવગણના કરી છે. તેને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો નથી. આ ખેલાડીને ટીમમાં તક મળી હોત તો પળવારમાં મેચ બદલી શકે તેમ હતો. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.
રોહિત શર્માનો ફેવરિટ ગણાતો સુર્યકુમાર યાદવને ટીમમાં સ્થાન અપાયું નથી. સુર્યકુમાર યાદવની જગ્યાએ શ્રેયસ ઐયરને સ્થાન આપવામાં આવ્યું છે. સુર્ય કુમાર યાદવ છેલ્લા ઘણા સમયથી સારા ફોર્મમાં ચાલી રહ્યો છે. ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં તાજેતરમાં તેણે ઘણા રન બનાવ્યા છે. જયારે યાદવ લયમાં આવે છે ત્યારે તે કોઇપણ બોલીંગ ઓર્ડરને તોડી શકે છે.
સૂર્યકુમાર યાદવ આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સ તરફથી રમે છે. આ ટીમની કેપ્ટનશીપ રોહિત શર્મા કરી રહ્યો છે. આવી સ્થિતિમાં શ્રીલંકા સામેની આગામી સિરીઝમાં રોહિત શર્માની વાપસી સાથે જ સૂર્યકુમાર યાદવને ટીમમાં સામેલ કરી શકે છે. પરંતુ હાલમાં આફ્રિકા સામેની સિરીઝમાં તેને નજરઅંદાજ કરવામાં આવી રહ્યો છે. યાદવે ભારત માટે ત્રણ વન-ડે મેચમાં 124 રન બનાવ્યા છે.
ભારતીય કેપ્ટન કેએલ રાહુલે બીજી વન-ડે મેચની પ્લેઇંગ ઇલેવનમાં કોઇ ફેરફાર કર્યો નથી. ભારતીય ટીમને મેચ જીતવા માટે હિંમત દાખવવી પડશે. ભારતીય ખેલાડીઓને પોતાની જવાબદારી સમજવી પડશે. ટીમ ઇન્ડિયા માટે આ મેચ ‘કરો યા મરો’ જેવી સ્થિતિ સામે ઊભી થઇ છે. બાકીની બંને મેચ જીતીને ભારતીય ટીમ આ સિરીઝ પર કબજો કરવા ઇચ્છે છે.