રાહુલ ઇજાગ્રસ્ત, પાટીદાર આઉટ ઓફ ફોર્મ, રોહિતે તાત્કાલિક 17 સદી ફટકારનાર આ ખેલાડીને બોલાવ્યો રાંચી…

રોહિત શર્માની આગેવાની હેઠળ ભારતીય ટીમ આવતીકાલથી ઇંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટ મેચ રમવાની છે. આ મેચનું આયોજન રાંચી ખાતે કરવામાં આવ્યું છે. હાલમાં ભારત અને ઇંગ્લેન્ડ બંને ટીમના તમામ ખેલાડીઓ રાંચી ખાતે આવી પહોંચ્યા છે અને પ્રેક્ટિસ શરૂ કરવામાં આવી છે. આ મેચ ઘણી મહત્વની સાબિત થશે. આ પહેલા હાલમાં એક અન્ય સમાચાર પણ સામે આવ્યા છે.

ભારતીય ટીમની બેટિંગ લાઇનની વાત કરીએ તો ઘણા ખેલાડીઓ સારા ફોર્મમાં જોવા મળ્યા છે પરંતુ ઇજાને કારણે ઘણું નુકસાન થઈ રહ્યું છે. રાહુલની વાત કરીએ તો તે હજુ પણ રમવા માટે ફીટ નથી. બીજી તરફ રજત પાટીદાર ખૂબ જ ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં રોહિત શર્માએ હાલમાં તાત્કાલિક 17 સદી ફટકારનાર આ ખેલાડીને ટીમમાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે.

તાજેતરમાં મળેલ રિપોર્ટ અનુસાર રાહુલ અને પાટીદાર નહીં પરંતુ આ સ્ટાર ખેલાડી આવતીકાલે રમતો જોવા મળી શકે છે. તે અત્યાર સુધી 17 સદી ફટકારી ચૂક્યો છે. આ ઉપરાંત ઘણા મોટા રેકોર્ડ બનાવી ચૂક્યો છે. હાલમાં જ રણજી ટ્રોફીમાં તેણે ધમાલ પણ મચાવી હતી. આવી સ્થિતિમાં તેને સોનેરી તક મળી શકે છે. તો ચાલો આપણે જાણીએ કે ભારતીય સુપરસ્ટાર ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે ભારતીય સ્ટાર બેટ્સમેન દેવદત પડીક્કલને તાજેતરમાં ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. અત્યાર સુધી તે 2227 રન બનાવી ચૂક્યો છે. આ ઉપરાંત તેનો બેસ્ટ સ્કોર 152 રન છે. તે મિડલ ઓર્ડરમાં ઘણી સારી બેટીંગ કરી શકે છે. રજત પાટીદારની નિષ્ફળતા બાદ હવે તેને તક આપવામાં આવી શકે છે. હાલમાં જ તે ટીમ સાથે જોડાયો છે અને પ્રેક્ટિસ પણ કરી રહ્યો છે.

દેવદત પડીક્કલ આઇપીએલમાં પણ ઘણા સારા ફોર્મમાં જોવા મળ્યો હતો. તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પણ સારું પ્રદર્શન કર્યું છે. ભારતીય ટીમ માટે તે મેચ વિનર સાબિત થઈ શકે છે. તેના કારણે ગિલ અને સરફરાજ જેવા ખેલાડીઓને પણ મોટો ફાયદો થઈ શકે છે. ભારતીય ટીમ આવતીકાલે બદલાયેલી જોવા મળશે. તે નિશ્ચિત છે કારણ કે બુમરાહ પણ મેચમાં નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *