રાહુલ દ્રવિડની થશે છુટ્ટી, BCCIએ તાત્કાલિક આ સિનિયર ખેલાડીને નવા હેડકોચ માટે કર્યો તૈયાર…

ભારતીય ક્રિકેટ ટીમ છેલ્લા ઘણા સમયથી ઇંગ્લેન્ડ સામે ઘર આંગણે પાંચ મેચોની મહત્વપૂર્ણ ટેસ્ટ સિરીઝ રમી રહી છે. આ સિરીઝની પ્રથમ બંને મેચો તાજેતરમાં પૂર્ણ થઈ ચૂકી છે. પ્રથમ મેચમાં ભારતને હાર મળી હતી પરંતુ ત્યારબાદ બીજી મેચમાં જબરદસ્ત જીત મેળવવામાં આવી છે. હવે ત્રીજી મેચ રાજકોટ ખાતે રમાવાની છે પરંતુ આ પહેલા એક અન્ય મહત્વપૂર્ણ સમાચાર પણ સામે આવ્યા છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા છેલ્લા ઘણા સમયથી ટીમ મેનેજમેન્ટમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. હેડ કોચ ની વાત કરીએ તો રાહુલ દ્રવિડ છેલ્લા ઘણા સમયથી કોચિંગ તરીકેની જવાબદારી નિભાવી રહ્યો છે પરંતુ હવે અલવિદા કહેવાનો સમય આવ્યો છે. ઇંગ્લેન્ડ સિરીઝ પૂર્ણ થતાની સાથે જ તે બહાર થયો છે. બીજી તરફ આ સિનિયર ખેલાડીને હેડ કોચની મોટી જવાબદારી સોંપવામાં આવી છે.

તાજેતરમાં મળેલ રિપોર્ટ અનુસાર આઇપીએલ બાદ આગામી સિરીઝમાં રાહુલ દ્રવિડ નહીં પરંતુ આ ખેલાડી હેડ કોચ તરીકે જોવા મળશે. અત્યાર સુધી કોચિંગ કરીને તેણે ઘણો ફાયદો છે બીજી તરફ ઘણી મોટી ટુર્નામેન્ટમાં સફળતા પણ અપાવી છે. તેના નામે ઘણા વિશ્વ રેકોર્ડ પણ નોંધાઈ ચૂક્યા છે. જેથી તેને આ જવાબદારી મળી છે. તો ચાલો આપણે જાણીએ કે આ ભારતીય સિનિયર ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે ભારતીય સ્ટાર દિગ્ગજ વીવીએસ લક્ષ્મણને ફરી એક વખત હેડ કોચ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. અફઘાનિસ્તાન સામે તે આ મોટી જવાબદારી નિભાવશે. હાલમાં જ તેને ટીમ સાથે જોડાવાનું કહેવામાં આવ્યું છે. તેણે અંડર-19 ટીમની હેડ કોચિંગ કરીને ભારતીય ટીમને વર્લ્ડ કપ પણ જીતાડ્યો હતો. બીજી તરફ અત્યાર સુધી ઘણા નવા ખેલાડીઓ પણ આપ્યા છે.

વીવીએસ લક્ષ્મણ પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરમાં પણ ઘણા મોટા રેકોર્ડ બનાવી ચૂક્યો છે. તે વિદેશની દરેક પીચ પર રમી ચૂક્યો છે અને ગેમ પલટો કરવાની આવડત પણ ધરાવે છે. કોચિંગમાં પણ તે ઘણો સફળ રહી ચૂક્યો છે. આવી સ્થિતિમાં તેની જવાબદારી આવી છે. ભારતીય ટીમમાં ફરી એક વખત યુવા ખેલાડીઓની એન્ટ્રી થતી જોવા મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *