રાહુલ દ્રવિડે કહ્યું- શ્રેયસની કંઇ ભૂલ નથી પરંતુ આ 2 ભારતીય ખેલાડીઓના કારણે ભારતને મળી હાર…
ગઈકાલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમાઇ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમે 6 વિકેટે શાનદાર જીત મેળવી છે. આ સાથે જ ભારતીય ટીમને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચ છેલ્લે સુધી રસાકસીની સ્થિતિમાં પણ જોવા મળી હતી. મેચ પૂર્ણ થયા બાદ હેડ કોચ રાહુલ દ્રવિડે એક મહત્વનું નિવેદન આપ્યું છે.
સમગ્ર મેચની ટૂંકમાં વાત કરીએ તો ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતી વખતે 50 ઓવરમાં 240 રનનો સ્કોર બનાવ્યો હતો. ત્યારબાદ ઓસ્ટ્રેલિયન ટીમે 4 વિકેટ ગુમાવીને આ ટાર્ગેટ પૂર્ણ કર્યો હતો અને જબરદસ્ત જીત પણ મેળવી હતી. આ મેચમાં શ્રેયસ ઐયર ફક્ત 4 રન બનાવીને આઉટ થયો હતો. તેના કારણે ઘણી મુશ્કેલીઓ થઈ હતી છતાં પણ રાહુલ દ્રવિડે શ્રેયસને નહીં પરંતુ આ ખેલાડીને હારનું કારણ ગણાવ્યો છે.
રાહુલ દ્રવિડે ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે શ્રેયસ નહિ પરંતુ આ બે ભારતીય ખેલાડીઓ આજે ખૂબ જ ખરાબ રમત બતાવતા જોવા મળ્યા છે. તેઓના કારણે હાર મળી હોય તેવું પણ કહી શકાય છે. તે બંનેની નાની ભૂલો આજે હારનું કારણ બની છે. આ ઉપરાંત તેઓને કારણે અન્ય બેટ્સમેન ઉપર પણ ઘણું દબાણ જોવા મળ્યું હતું. તો ચાલો જાણીએ આ ભારતીય ખેલાડી કોણ છે.
તમને જણાવી દઈએ કે રાહુલ દ્રવિડે સૌ પ્રથમ શુભમન ગિલની બેટિંગ વિશે ઘણી વાતો કહી છે. તેણે જણાવ્યું હતું કે ગીલે શરૂઆતમાં જ ખરાબ શોટ રમ્યો હતો અને આઉટ થયો હતો. રોહિત બીજી તરફ ઘણું સારું રમી રહ્યો હતો. તેને પાર્ટનર શિપની જરૂરિયાત થતી પરંતુ ગિલના આઉટ થયા બાદ તે પણ ધીમો પડ્યો અને કોહલી સાથે ભાગીદારી બનાવવાનું નક્કી કર્યું હતું. ત્યારથી જ ગેમમાં ફેરબદલ થયો હતો.
આ ઉપરાંત રાહુલ દ્રવિડે સૂર્યકુમાર યાદવની બેટિંગ વિશે પણ ઘણી વાતો કહી છે. તેણે જણાવ્યું હતું કે સૂર્ય કુમાર ફિનિશર તરીકે હાલમાં નિષ્ફળ સાબિત થયો છે. છેલ્લા ઘણા સમયથી તેને તક આપવામાં આવી પરંતુ તેણે ભરોસો તોડ્યો હોય તેવું કહી શકાય છે. આ મેચમાં તેની ખૂબ જ જરૂરિયાત હતી પરંતુ તે નિષ્ફળ રહ્યો છે. જેથી ભારતને શરમ જનક હાર મળી હોય તેવું કહી શકાય છે.