રાહુલ દ્રવિડે કહ્યું- યશસ્વી નહીં પરંતુ પ્રથમ મેચમાં આ વિસ્ફોટક ખેલાડી કરશે ઋતુરાજ સાથે ઓપનિંગ…

છેલ્લા ઘણા સમયથી ભારતીય ક્રિકેટ ટીમ સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળ ઘર આંગણે ઓસ્ટ્રેલિયા સામે ટી-20 સિરીઝ રમતી જોવા મળી હતી. આ સિરીઝમાં ભારતે જબરદસ્ત વિજય મેળવ્યો છે. હવે સાઉથ આફ્રિકા સામે પણ ટી-20 સિરીઝ રમવાની છે. આ સિરીઝની પૂર્વ તૈયારીઓ હાલમાં ચાલી રહી છે. બીજી તરફ રાહુલ દ્રવિડે વાપસી કરતાની સાથે જ એક મહત્વના સમાચાર આપ્યા છે.

છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમની ઓપનિંગ જોડીમાં ઘણા બદલાવો થયા છે. રોહિત શર્મા અત્યાર સુધી ઓપનિંગ કરીને ઘણા યુવા ખેલાડીઓને સ્થાન આપી ચૂક્યો છે. હવે આગામી વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને નવા ચહેરાઓને ઉતારવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયા સામે યશસ્વી અને ઋતુરાજ ઓપનિંગ કરતા જોવા મળ્યા હતા પરંતુ હવે સાઉથ આફ્રિકા સામે યશસ્વીને બહાર કરીને આ ખેલાડીને સામેલ કરવામાં આવ્યો છે.

તાજેતરમાં મળેલ રિપોર્ટ અનુસાર યશસ્વી નહીં પરંતુ આ સુપર સ્ટાર ખેલાડી પ્રથમ મેચમાં ઋતુરાજ ગાયકવાડ સાથે ઓપનિંગ કરતો જોવા મળશે. રાહુલ દ્રવિડે તાજેતરમાં જ આ બાબતની પુષ્ટિ કરી છે. તેના જણાવ્યા અનુસાર હવે પછીની દરેક મેચમાં આ ખેલાડી ઋતુરાજ સાથે ઓપનિંગ કરતો જોવા મળશે. તો ચાલો આપણે જાણીએ કે આ ભારતીય સ્ટાર બેટ્સમેન કોણ છે.

તમને જણાવી દઈએ કે પ્રથમ મેચમાં જ સાઉથ આફ્રિકા શુભમન ગિલ ઓપનર તરીકે સ્થાન આપવામાં આવશે. ઓસ્ટ્રેલિયા સામે તેને આરામ આપવામાં આવ્યો હતો પરંતુ આગામી વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને ફરી એક વખત તેને સામેલ કરવામાં આવ્યો છે. હાલમાં તે પણ સાઉથ આફ્રિકા ખાતે આવી પહોંચ્યો છે અને પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો છે. હાલમાં જ તે ઋતુરાજ સાથે બેટિંગ પણ કરી રહ્યો છે.

શુભમન ગીલ ત્રણેય ફોર્મેટમાં અત્યાર સુધી ઘણા મોટા રેકોર્ડ બનાવી ચૂક્યો છે. આગામી વર્લ્ડકપ પહેલા તેને સેટ કરવામાં આવશે. જો રોહિત વાપસી નહીં કરે તો ગિલ પર ઓપનિંગ જોડીની તમામ જવાબદારી રહેશે. સાઉથ આફ્રિકા સામેની ત્રણેય ટી-20 મેચો તમામ ખેલાડીઓ માટે ખૂબ જો મહત્વની સાબિત થશે તે નક્કી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *