રાહુલ દ્રવિડે કહ્યું- કેએસ ભરત નહીં પરંતુ આ ખેલાડીને વિકેટકીપર તરીકે મળશે સ્થાન, ત્રીજી મેચમાં કરશે ડેબ્યૂ…

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 15 ફેબ્રુઆરીથી રાજકોટ ખાતે ત્રીજી ટેસ્ટ મેચ રમાવાની છે. પ્રથમ બંને ટેસ્ટ મેચો પૂર્ણ થયા બાદ હવે ત્રીજી મેચ જીતવા માટે બંને ટીમો તડામાર પ્રેક્ટિસ કરતી જોવા મળી છે. બંને ટીમો મોટા બદલાવો સાથે ત્રીજી મેચમાં મેદાને ઉતરશે તે પણ નક્કી છે. આ મેચ ઘણી મહત્વની રહેશે. આ મેચ માટે હાલમાં રાહુલ દ્રવિડ દ્વારા એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે.

પ્રથમ બંને મેચમાં આપણે જોયું હતું કે ભારતીય સ્ટાર વિકેટકીપર બેટ્સમેન કેએસ ભરત સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયો છે. આ પહેલા છેલ્લી 7 મેચોમાં તેને તક મળી પરંતુ તે મોટો સ્કોર બનાવી શક્યો નથી. બીજી તરફ વિકેટ કીપિંગમાં પણ તે લથડિયા મારતો જોવા મળ્યો છે. આવી સ્થિતિમાં હવે તેને બહાર કરવામાં આવશે અને ત્રીજી મેચમાં આ સ્ટાર ખેલાડીને મેદાને ઉતારવામાં આવશે.

રાહુલ દ્રવિડના જણાવ્યા અનુસાર હવે કેએસ ભરત પર દયા રાખવામાં આવશે નહીં અને આ ખેલાડીને મેદાને ઉતારવામાં આવશે. હાલમાં જ તેણે જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. આગામી સમયને ધ્યાનમાં રાખીને હવે તેને સ્થાન આપવામાં આવશે. તે લાંબા સમય સુધી ભારતીય ટીમમાં જોવા મળી શકે છે. તો ચાલો આપણે જાણીએ કે આ ભારતીય સ્ટાર વિકેટકીપર બેટ્સમેન કોણ છે.

તમને જણાવી દઈએ કે રાહુલ દ્રવિડે તાજેતરમાં ધ્રુવ જુરેલને સ્થાન આપવાની વાત કરી છે. તેણે જણાવ્યું હતું કે ભરતની નિષ્ફળતા બાદ હવે સ્થાન આપવામાં આવશે. ધ્રુવે અત્યાર સુધી 15 મેચોમાં 790 રન બનાવ્યા છે. જેમાં એક સદી પણ ફટકારી છે. આ ઉપરાંત આઇપીએલમાં પણ તે ઘણા મોટા સ્કોર બનાવી ચૂક્યો છે. વિકેટ કીપિંગમાં તેણે 34 કેચ કર્યા છે. આ ઉપરાંત એક પણ ભૂલો કરતો નથી.

રાહુલ દ્રવિડે વધુમાં જણાવ્યું કે ભારતની નિષ્ફળતા બાદ હવે ધ્રુવને સ્થાન મળશે. હાલમાં જ ભારત-A તરફથી રમીને તેણે સારું પ્રદર્શન કર્યું છે. ઈશાન કિશન અને પંત જેવા ખેલાડીઓને ગેરહાજરીમાં હવે તેને મેદાને ઉતારવાની ફરજ પડી છે. આ એક મહત્વપૂર્ણ બાબત ગણી શકાય છે. ભારતીય ટીમ ફરી એક વખત નવા ખેલાડીઓ સાથે જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *