વિરાટ કોહલીની ઇજા પર રાહુલ દ્રવિડે આપ્યું મોટું નિવેદન, કહ્યું કે…

રવિ શાસ્ત્રી બાદ ટીમના મુખ્ય કોચ તરીકે રાહુલ દ્રવિડની પસંદગી કરવામાં આવી છે. રાહુલ દ્રવિડ કોચ બન્યા બાદ ભારતીય ટીમ ઘણું સારું પ્રદર્શન કરી રહી છે. પરંતુ સાઉથ આફ્રિકા સામે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. બીજી ટેસ્ટ મેચ શરૂ થાય તે પહેલાં જ ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી ઇજાગ્રસ્ત થયો હોવાથી આ ટેસ્ટમાંથી બહાર થઇ ગયો હતો.

જોહાનિસબર્ગ ટેસ્ટ મેચ ની વાત કરવામાં આવે તો ભારતીય ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારત પ્રથમ બેટિંગ કરતાં માત્ર 202 રન બનાવ્યા હતા. જેના જવાબમાં આફ્રિકન ટીમે 27 રનની લીડ મેળવી લીધી હતી. ભારતીય ટીમે બીજી ઇનિંગમાં સારું પ્રદર્શન કરીને જીત માટે આફ્રિકાને 240 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

જોહાનિસબર્ગમાં મળેલા 240 રનના ટાર્ગેટને બચાવવામાં ભારતીય ટીમ નિષ્ફળ રહી હતી અને આ મેચને સાત વિકેટે હારી ગઇ હતી. આ મેચ બાદ ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે કે શું સાઉથ આફ્રિકા સામેની છેલ્લી ટેસ્ટ મેચમાં વિરાટ કોહલીની વાપસી થશે કે નહીં? જેને લઇને હવે ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડનું એક નિવેદન સામે આવ્યું છે.

રાહુલ દ્રવિડે કહ્યું કે કોહલી નેટ્સમાં જબરદસ્ત પ્રેક્ટિસ કરી રહ્યો છે. તેને જોતાં લાગે છે કે તે ફીટ થઇ ગયો છે. પરંતુ મેં હજુ સુધી ફિઝીયો સાથે વાત કરી નથી. તે ફીટ દેખાઇ રહ્યો છે અને સતત ફિઝિયો સાથે વાતચીત કરી રહ્યો છે. તેના પરથી લાગે છે કે તે ફીટ છે. રાહુલ દ્રવિડના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે વિરાટ કોહલી ત્રીજી અને છેલ્લી ટેસ્ટ મેચમાં વાપસી કરતો જોવા મળી શકે છે.

જો વિરાટ કોહલી ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચમાં વાપસી કરશે તો તેનો અર્થ એ થયો કે હનુમાન વિહારીને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર થવું પડી શકે છે. ઉલ્લેખનીય છે કે હનુમાન વિહારીને બીજી ટેસ્ટ મેચમાં વિરાટ કોહલી ઇજાગ્રસ્ત થયા બાદ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું અને હવે વિરાટ કોહલી ફિટ થઇ જતા ફરીથી તેને ટીમમાં સ્થાન મળશે તેમાં કોઇ શંકાને સ્થાન નથી. તેથી હનુમાન વિહારીને બહાર થવું પડી શકે છે.

જોહાનિસબર્ગ દક્ષિણ આફ્રિકામાં ટીમ ઇન્ડિયાનો ગઢ માનવામાં આવતો હતો. પરંતુ ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકાની ટીમે 7 વિકેટે માત આપીને કેપટાઉન ટેસ્ટ મેચને રોમાંચક બનાવી દીધી છે. કેપટાઉનમાં ભારતીય ટીમનો રેકોર્ડ ખરાબ છે. કેપટાઉનમાં રમાયેલી છેલ્લી પાંચ મેચમાંથી ભારત ત્રણ મેચમાં હારી ગયું છે અને બે મેચ ડ્રો થઇ છે એટલે કે પ્રથમ ટેસ્ટ સીરીઝ જીતવા માટે ભારતીય ટીમે ઇતિહાસ બદલવો પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *