જસપ્રિત બુમરાહની ફિટનેસને લઇ રાહુલ દ્રવિડે કર્યો મોટો ખુલાસો, જાણો ક્યારે કરશે વાપસી…

ભારતીય ટીમ હાલમાં સાઉથ આફ્રિકા સામે છેલ્લી ટી-20 સિરીઝ રમી રહી છે. આ સિરીઝ આવતીકાલે પૂર્ણ થવાની છે. ત્યારબાદ 6 ઓક્ટોબરે સમગ્ર સ્ટાફ સાથે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા ખાતે વર્લ્ડ કપ રમવા માટે જશે. વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ છેલ્લા ઘણા મહિનાઓથી ટી-20 સિરીઝ રમી રહી હતી પરંતુ હજુ પણ ભારતીય ટીમ સેટ થઇ ચૂકી નથી.

ભારતીય ટીમને એક પછી એક મોટા ઝટકાઓ લાગી રહ્યા છે. પહેલા રવિન્દ્ર જાડેજા ઇજાગ્રસ્ત થયો હતો. તે વર્લ્ડ કપમાંથી બહાર થયો છે અને હાલમાં ભારતીય સ્ટાર બોલર જસપ્રિત બુમરાહ પણ ઇજાગ્રસ્ત થયો છે. તે અત્યાર સુધી મુખ્ય બોલર તરીકે ઘણી મહત્વની જવાબદારી નિભાવી ચૂક્યો છે. હાલમાં એવી અટકળો લાગી છે કે તે વર્લ્ડકપ માંથી બહાર થયો છે પરંતુ દ્રવિડે આ બાબતે મોટો ખુલાસો કર્યો છે.

ભારતીય હેડ કોચ રાહુલ દ્રવિડે તાજેતરમાં બુમરાહની વાપસી બાબતે મોટા નિવેદનો આપ્યા છે. તેણે ભારતીય ટીમને સારા સમાચાર આપ્યા છે. વર્લ્ડ કપ પહેલા ફરી એકવાર તમામ ખેલાડીઓનો ઉત્સાહ વધ્યો છે. બુમરાહ એક મહત્વનો ખેલાડી હોવાના કારણે આ સમાચાર ગણી શકાય છે. તો ચાલો જાણીએ બુમરાહ વિશે રાહુલ દ્રવિડ દ્વારા શું કહેવામાં આવ્યું છે.

રાહુલ દ્રવિડે જણાવ્યું છે કે બુમરાહને સાજા થવામાં 4 અઠવાડિયાનો સમય લાગી શકે છે. જેથી વર્લ્ડ કપમાંથી તેને બહાર કરવામાં આવશે નહીં. ભારતીય ટીમ 23 ઓક્ટોબરના રોજ પાકિસ્તાન સામે પ્રથમ મેચ રમવાની છે પરંતુ 4 અઠવાડિયા બાદ ભારતીય ટીમ નોક આઉટ મેચો રમશે. આ દરમિયાન જસપ્રીત બુમરાહ ભારતીય ટીમ સાથે જોવા મળશે.

રાહુલ દ્રવિડે વધુમાં કહ્યું કે બીસીસીઆઇની મેડિકલ ટીમ હાલમાં તેના પર સતત નજર રાખી રહી છે. હાલમાં જાણવા મળ્યું છે કે તેને સ્ટ્રેસ ફેક્ચર નથી પરંતુ સ્ટ્રેસ રિએક્શન છે. જેથી તે 4 અઠવાડિયામાં સાજો થશે. તે શરૂઆતની મેચોમાં જોવા મળશે નહીં પરંતુ અંતિમ અને મહત્વની મેચોમાં તે મુખ્ય જવાબદારી સાથે વાપસી કરતો જોવા મળશે. આ સારા સમાચાર ગણી શકાય છે.

દ્રવિડે અંતમાં કહ્યું કે ભારતીય ટીમ 6 ઓક્ટોબરના રોજ વર્લ્ડ કપ માટે રવાના થવાની છે પરંતુ ટીમ સાથે જશે નહીં. તે હાલમાં સારવાર લેશે. વર્લ્ડ કપના બે દિવસ પહેલા તેની ઇજા અંગે અપડેટ આપવામાં આવશે અને ત્યારબાદ યોગ્ય નિર્ણય લેવામાં આવશે. રાહુલ દ્રવિડે આ મોટું અપડેટ આપીને ભારતીય ટીમના ચાહકોનો ઉત્સાહ વધાર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *