રાહુલ દ્રવિડે આપ્યા ખરાબ સમાચાર, આ ભારતીય ખેલાડી અચાનક થયો ઇજાગ્રસ્ત, ત્રીજી મેચમાંથી થશે બહાર…

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં રોહિત શર્માની આગેવાની હેઠળ અફઘાનિસ્તાન સામે ત્રણ મેચોની ટી-20 સિરીઝ રમી રહી છે. પ્રથમ બંને મેચો હાલમાં પૂર્ણ થઈ છે. બંને મેચમાં ભારતીય ટીમે જીત મેળવી છે. હવે ત્રીજી અને છેલ્લી ટી-20 મેચ 17 જાન્યુઆરીના રોજ રમાવાની છે. હાલમાં પ્રેક્ટિસ પણ શરૂ કરવામાં આવી છે પરંતુ આ પહેલા એક અન્ય ખરાબ સમાચાર પણ સામે આવ્યા છે.

રોહિત શર્મા અત્યાર સુધી વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને મજબૂત તૈયારી કરી રહ્યો છે. પ્રથમ બંને મેચમાં તમામ ખેલાડીઓ શાનદાર ફોર્મમાં જોવા મળ્યા હતા પરંતુ ઇજાને કારણે હાલમાં એક ઝટકો લાગ્યો છે. છેલ્લા ઘણા સમયથી ઈજાને કારણે ઘણી મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. ત્રીજી મેચ શરૂ થાય તે પહેલા જ ભારતીય ટીમનો આ સુપર સ્ટાર મેચ વિનર ખેલાડી ઇજાગ્રસ્ત થયો છે.

તાજેતરમાં મળેલ રિપોર્ટ અનુસાર બીજી મેચ પૂર્ણ થતાની સાથે જ આ ખેલાડીને સ્કેનિંગ માટે લઈ જવામાં આવ્યો હતો. સતત મેદાન પર રહેવાના કારણે તેના પગમાં ઈજા થઈ છે. તે શરૂ મેચ દરમિયાન લથડાતો પણ જોવા મળ્યો હતો. રોહિત શર્મા અને મેનેજમેન્ટ ટીમ માટે ખરાબ સમાચાર પણ ગણી શકાય છે. તો ચાલો આપણે જાણીએ કે ભારતીય ટીમનો આ મેચ વિનર ખેલાડી કોણ છે.

તમને જણાવી દઇએ કે ભારતીય ટીમનો સ્ટાર ઓવર રાઉન્ડર શિવમ દુબે હાલમાં ઇજાગ્રસ્ત થયો છે. બીજી મેચ દરમિયાન તે બેટિંગ સમયે ઘણી મુશ્કેલી અનુભવતો જોવા મળ્યો હતો. ત્યારબાદ હાલમાં તેને સંપૂર્ણપણે આરામ પર રહેવાનું કહેવામાં આવ્યું છે. ત્રીજી મેચમાં રમશે કે નહીં તે જાણવા મળ્યું નથી. રિપોર્ટ આવ્યા બાદ તેની ઇજા વિશે જાણકારી આપવામાં આવશે.

શિવમ દુબે અફઘાનિસ્તાન સામેની પ્રથમ બંને મેચોમાં શાનદાર બેટિંગ કરતો જોવા મળ્યો હતો. બોલિંગમાં તેને કમાલ કર્યા હતા. આવી સ્થિતિમાંથી આગામી સમય માટે ખૂબ જ મહત્વનો રહે તેમ છે. તેને હાર્દિકનો રિપ્લેસમેન્ટ માનવામાં આવી રહ્યો છે. જો તેની ઈજા ગંભીર જણાશે તો તેને લાંબા સમય સુધી બહાર પણ કરવામાં આવી શકે છે. આ એક ઝટકો ગણી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *