રાહુલ દ્રવિડે બદલ્યા તેવર, સિરાજ કે કુલદીપ નહી પરંતુ આ ખેલાડીને ગણાવ્યો એશિયા કપનો વિનર…

ગઈકાલે 17 સપ્ટેમ્બરના રોજ ભારત અને શ્રીલંકા વચ્ચે જબરદસ્ત ફાઇનલ મેચ રમાઈ હતી. એશિયા કપની આ ફાઇનલ મેચમાં ભારતીય ટીમે 10 વિકેટે મોટી જીત મેળવી છે. આ સાથે જ એશિયા કપની ટ્રોફી પોતાના નામે કરી છે. આ મેચ દરેક ખેલાડીઓ માટે ખૂબ જ મહત્વની સાબિત થઈ છે. મેચ પૂર્ણ થયા બાદ રાહુલ દ્રવિડ દ્વારા ઘણા મહત્વના નિવેદનો પણ આપવામાં આવ્યા છે.

ગઈકાલે એશિયા કપની ફાઇનલ મેચમાં મોહમ્મદ સિરાજે 6 વિકેટ લીધી હતી. તે આ મેચમાં મેન ઓફ ધ મેચ બન્યો હતો. આ ઉપરાંત કુલદીપ યાદવે સમગ્ર એશિયા કપમાં ટોટલ 9 વિકેટ લીધી હતી. તેને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર કરવામાં આવ્યો હતો. આ બંને ખેલાડીઓ હીરો બન્યા છે પરંતુ રાહુલ દ્રવિડે મેચ બાદ આ બંનેને અવગણીને આ ભારતીય ખેલાડીને અસલી વિનર ગણાવ્યો છે.

મેચ પૂર્ણ થયા બાદ ઇન્ટરવ્યૂ દરમિયાન રાહુલ દ્રવિડે જણાવ્યું હતું કે આ ભારતીય ખેલાડી એશિયા કપનો અસલી મેચ વિનર ખેલાડી છે. તેના કારણે શરૂઆતથી જ દરેક મેચમાં ફાયદો થયો છે. તેણે આ સિઝનમાં મોટા રેકોર્ડ પણ બનાવ્યા છે. વર્લ્ડ કપ પહેલા આ એક સારી બાબત પણ ગણી શકાય છે. તો ચાલો આપણે જાણીએ કે આ ભારતીય સ્ટાર યુવા ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે રાહુલ દ્રવિડે મેચ પૂર્ણ થયા બાદ શુભમન ગિલને મેન ઓફ ધ ટુર્નામેન્ટ કરાવ્યો છે. તેણે જણાવ્યું છે કે ગીલે આ સિઝનમાં ટોટલ 6 મેચોમાં 75 ની એવરેજથી 302 રન બનાવ્યા છે. તે આ એશિયા કપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં ટોપ પર રહ્યો છે. જેમાં તેણે એક સદી અને બે અડધી સદી પણ ફટકારી છે. હાલમાં તે ઘણા સારા ફોર્મમાં છે.

શુભમન ગીલ અત્યાર સુધી ઘણા મોટા રેકોર્ડ બનાવી ચૂક્યો છે. આ વર્ષે તેણે ઘણી સદી ફટકારી છે. ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં બેટિંગ અને બોલિંગ બંનેમાં ઘાતક ફોર્મમાં જોવા મળી છે. આવનારી ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝમાં પણ સારું પ્રદર્શન થાય તેવી આશા રહેલી છે. આ તમામ મેચો વર્લ્ડ કપ માટે ખૂબ જ મહત્વની સાબિત થઈ રહી છે. આ એક અગત્યની બાબત ગણી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *