રાહુલ દ્રવિડે કરી જાહેરાત, આજે બેંગ્લોરની પીચના આધારે થશે આ 2 બદલાવો, જાણો કોણ થશે IN અને કોણ થશે OUT…

રોહિત શર્માની આગેવાની હેઠળ ભારતીય ટીમ હાલમાં અફઘાનિસ્તાન સામે ત્રણ મેચોની ટી-20 સિરીઝ રમી રહી છે. આ સિરીઝની પ્રથમ બંને મેચમાં ભારતીય ટીમે હાલમાં જીત મેળવી છે. આ સાથે જ આ સિરીઝમાં પણ વિજય મેળવ્યો છે. હવે આ સીરીઝની છેલ્લી અને ત્રીજી મેચ 17 જાન્યુઆરીના રોજ રમાવાની છે. આ પહેલા હાલમાં બદલાવો અંગે રોહિત શર્મા એક મહત્વની જાહેરાત પણ કરી છે.

હાલમાં રમાયેલ બીજી મેચમાં આપણે જોયું હતું કે અફઘાનિસ્તાને સૌપ્રથમ 172 રન બનાવ્યા હતા. ત્યારબાદ ભારતીય ટીમે 4 વિકેટ ગુમાવીને ટાર્ગેટ પૂર્ણ કર્યો હતો. ભારતે આ મેચમાં પણ જીત મેળવી છે પરંતુ મેચ દરમિયાન ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને મજબૂત ટીમ બનાવી જરૂરી છે. જેથી હવે ત્રીજી મેચમાં આ 2 બદલાવો કરવામાં આવશે તેવી જાહેરાત કરી છે.

રોહિત શર્માએ તાજેતરમાં બીજી મેચ બાદ જણાવ્યું હતું કે હવે ત્રીજી મેચમાં આ બે ખેલાડીઓને બહાર કરવામાં આવશે. ખરાબ ફોર્મના કારણે તેઓ કંઈ ખાસ કરી શક્યા નથી. બીજી તરફ આ વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને અન્ય ખેલાડીઓને સ્થાન મળવું પણ જરૂરી છે. જેથી આ બે બદલાવો થશે તે નક્કી છે. તો ચાલો જાણીએ કોને સ્થાન આપવામાં આવશે અને કોને બહાર કરવામાં આવશે.

સૌપ્રથમ વાત કરીએ તો ભારતીય સ્ટાર વિકેટકીપર બેટ્સમેન જીતેશ શર્માને બહાર કરવામાં આવી શકે છે. અત્યાર સુધી તેને ઘણી તકો મળી પરંતુ તે કંઈ ખાસ કરી શક્યો નથી. બીજી મેચ દરમિયાન તે ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. આ પહેલા પણ તે આવી રીતે આઉટ થઈ ચૂક્યો છે. જેથી હવે તેને બહાર કરીને સંજુ સેમસનને વિકેટકીપર તરીકે સ્થાન આપવામાં આવી શકે છે.

આ ઉપરાંત ભારતીય સ્ટાર બોલર વોશિંગ્ટન સુંદરને પણ બહાર કરવામાં આવી શકે છે. સુંદરને બંને મેચમાં તક મળી પરંતુ તે વિકેટ લઈ શક્યો નથી. જેથી તેને બહાર કરીને ફાસ્ટ બોલર આવેશ ખાનને સામેલ કરવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં આ બે મોટા બદલાવો સાથે રોહિત શર્મા ત્રીજી મેચમાં મેદાને જોવા મળી શકે છે. આ એક મહત્વપૂર્ણ બાબત ગણી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *