રાહુલ દ્રવિડે કરી જાહેરાત, બુમરાહ સહિત આ 3 ખેલાડીઓ ચોથી મેચમાંથી બહાર, જાણો કોને મળશે સ્થાન…

રોહિત શર્માની આગેવાની હેઠળ ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઇંગ્લેન્ડ સામે ત્રીજી ટેસ્ટ મેચ રમતી જોવા મળી હતી. રાજકોટ ખાતે રમાઈ રહેલ આ ત્રીજી ટેસ્ટ મેચ હાલમાં પૂર્ણ થઈ છે. ભારતીય ટીમે આ મેચમાં જબરદસ્ત જીત મેળવી છે. હવે ચોથી ટેસ્ટ મેચ 23 ફેબ્રુઆરીથી રાંચી ખાતે શરૂ થવાની છે. આ મેચ ઘણી મહત્વની રહેશે. આ પહેલા હાલમાં રાહુલ દ્રવિડે એક મહત્વપૂર્ણ જાહેરાત પણ કરી છે.

પ્રથમ ત્રણેય મેચોને ધ્યાનમાં રાખીને હવે ચોથી મેચમાં બદલાવો કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. બીસીસીઆઇના તાજેતરમાં જણાવ્યું છે કે બુમરાહ સહિત આ ત્રણ ખેલાડીઓ ચોથી મેચમાં જોવા મળશે નહીં. આ પાછળ કારણ જણાવ્યું છે. આ એક મહત્વપૂર્ણ બાબતે પણ ગણી શકાય છે. તો ચાલો આપણે જાણીએ કે આ ત્રણેય ખેલાડીઓ કોણ કોણ છે અને તેઓને શા કારણે બહાર કરવામાં આવી શકે છે.

સૌપ્રથમ વાત કરીએ તો ભારતીય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ ચોથી મેચમાં જોવા મળશે નહીં. લાંબા સમયથી તે ટીમ સાથે જોડાયેલો હતો. આવા કારણોસર હવે તેના આરામ આપવો ખૂબ જરૂરી છે. સતત પાંચ દિવસ સુધી ટેસ્ટ મેચમાં રમવું એ અઘરી બાબત ગણી શકાય છે. આવી સ્થિતિમાં તેને હવે ચોથી મેચમાંથી બહાર કરવામાં આવી શકે છે. તેના સ્થાને આકાશ દીપ અથવા મુકેશ કુમારને જગ્યા મળી શકે છે.

આ ઉપરાંત કેએલ રાહુલને પણ બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે. હાલમાં તે રમવા માટે સ્વસ્થ થયો છે પરંતુ ફિટનેસ ટેસ્ટ પાસ કરી શકતો નથી. જેથી તેને આવતીકાલે સ્થાન આપવામાં આવશે નહીં. રાહુલ ન હોવાના કારણે રજત પાટીદાર અથવા દેવદત્ત પડીક્કલને સ્થાન આપવામાં આવી શકે છે. હાલમાં જ સમગ્ર અપડેટ સામે આવ્યું છે. તે બંનમાંથી કોઇ એકની કિસ્મત ચમકી શકે છે.

આ બંને ખેલાડીઓ ઉપરાંત કુલદીપ યાદવને આરામ આપીને ચોથી મેચમાં અક્ષર પટેલને મેદાને ઉતારવામાં આવી શકે છે. અક્ષર બેટિંગ અને બોલિંગ બંનેમાં જબરદસ્ત કમાલ કરે છે. તે જાડેજા અને અશ્વિનની જેમ જ વિકેટો લેવા માટે જાણીતો છે. આવી સ્થિતિમાં આ ત્રણ મોટા બદલાવો સાથે ભારતીય ટીમ ચોથી મેચમાં મેદાને જોવા મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *