રાહુલ દ્રવિડે ગુસ્સામાં કહ્યું- રોહિતની કોઈ ભૂલ નથી, આ ગુજરાતી ખેલાડી છે શરમજનક હારનું કારણ…

ભારતીય ટીમ હાલમાં હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટ મેચ રમી રહી હતી. આ પ્રથમ મેચમાં ભારતીય ટીમને હાલમાં હારનો સામનો કરવો પડ્યો છે. ઇંગ્લેન્ડની ટીમ ફરી એક વખત ભારતીય ટીમ પર ભારી પડી હોય તેવું પણ કહી શકાય છે. તેઓએ હાલમાં 1-0ની લીડ પ્રાપ્ત કરી છે. મેચ બાદ રાહુલ દ્રવિડે એક મહત્વનું નિવેદન આપ્યું છે.

પ્રથમ મેચની ટૂંકમાં ચર્ચા કરીએ તો ભારતીય ટીમ પાસે પ્રથમ દાવ પૂર્ણ થયા બાદ 190 રનની મોટી લીડ હતી પરંતુ બીજા દાવમાં ઇંગ્લેન્ડે 420 રન બનાવ્યા અને ભારતને 231 રનનો ટાર્ગેટ આપ્યો હતો પરંતુ ભારતીય ટીમ 202 રન બનાવી શકી હતી. આ મેચમાં રોહિત બંને દાવમાં નિષ્ફળ રહ્યો હતો. તે કઈ ખાસ કમાલ કરી શક્યો નહોતો છતાં પણ રાહુલ દ્રવિડને નહીં પરંતુ આ ગુજરાતી ખેલાડીને હારનું કારણ જણાવ્યું છે.

રાહુલ દ્રવિડે ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે આ ગુજરાતી ખેલાડીની ભૂલના કારણે આજે ભારતીય ટીમના હારનો સામનો કરવો પડ્યો છે. આ પહેલા પણ તે ઘણી વખત આવું કાર્ય કરી ચૂક્યો છે. જો તે પૂર્ણ થયો હોત તો આજે ભારતીય ટીમ આ મેચમાં જીત મેળવી શકે તેમ હતી. આ એક ભુલ ગણી શકાય છે. તો ચાલો આપણે જાણીએ કે આ ગુજરાતી સ્ટાર ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે રાહુલ દ્રવિડે ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે ભારતીય સ્ટાર ઓલ રાઉન્ડર અક્ષર પટેલે 64 ઓવરમાં 110 રણ પર રમી રહેલ ઓલી પોપને જીવનદાન આપ્યું હતું. તેણે કેચ છોડ્યો હતો. આ મોટી ભૂલના કારણે તે 196 રન બનાવતો જોવા મળ્યો છે. આવી સ્થિતિમાં ઇંગ્લેન્ડે 420 રન બનાવ્યા હતા. જેથી ભારતને 231 રનનો મોટો ટાર્ગેટ મળ્યો હતો. ભારત પાસે ઘણી મોટી લીડ હતી પરંતુ આવી ભૂલના કારણે મુશ્કેલી થઇ છે.

રાહુલ દ્રવિડે વધુમાં જણાવ્યું કે અક્ષરના કેચ છોડવાના કારણે ભારતીય ટીમે જીતેલી મેચમાં હાર મેળવી છે. આ એક મહત્વપૂર્ણ બાબત પણ ગણી શકાય છે. હવે આગામી બીજી અને ત્રીજી ટેસ્ટ મેચમાં ઘણા મોટા બદલાવો કરવામાં આવી શકે છે. રોહિત શર્મા હાલમાં જ રાહુલ દ્રવિડ સાથે પ્રેક્ટિસ દરમિયાન આ બાબતે ચર્ચા પણ કરતો જોવા મળ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *