રાહુલ અને અક્ષર વેસ્ટ ઇન્ડીઝ સામેની ટી-20 સિરીઝમાંથી બહાર થતા આ બે ઘાતક ખેલાડીઓ ટીમ ઇન્ડિયામાં થયા સામેલ…

હાલમાં ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રણ મેચોની વન-ડે સિરીઝ રમાઇ હતી. ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડીઝને આ સિરીઝમાં 3-0થી હરાવ્યું હતું. ભારતીય ટીમ હવે 16 ફેબ્રુઆરીથી શરૂ થતી ટી-20 સીરીઝમાં પણ વેસ્ટ ઇન્ડીઝને હરાવવા પ્રયત્ન કરશે. બીસીસીઆઇ દ્વારા પહેલાથી જ આ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં છે.

વિરાટ કોહલીએ કેપ્ટન પદેથી રાજીનામું આપ્યા બાદ બીસીસીઆઇ દ્વારા રોહિત શર્માને નવા કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો છે. રોહિત શર્માએ કેપ્ટન બન્યા બાદ ભારતીય ટીમમાં ઘણા ફેરફારો કર્યા છે. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ આ ત્રણ મેચોની ટી-20 સિરીઝ પર વિજય હાંસલ કરવા મજબૂત પ્લેઇંગ ઇલેવન સાથે મેદાને ઉતરી શકે છે.

વેસ્ટ ઇન્ડિઝ સામેની ટી-20 સિરીઝ શરૂ થાય તે પહેલાં જ ભારતીય ઓપનિંગ બેટ્સમેન કેએલ રાહુલ ઇજાને કારણે બહાર થયો છે. આ ઉપરાંત ઓલરાઉન્ડર ખેલાડી અક્ષર પટેલ પણ કોરોના સંક્રમિત થવાને કારણે બહાર થયો છે. આવી સ્થિતિમાં આ બંને ખેલાડીઓના સ્થાને બીસીસીઆઇ દ્વારા આ બંને ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. તો ચાલો જાણીએ આ ખેલાડીઓ કોણ છે.

તમને જણાવી દઇએ કે બીસીસીઆઇ દ્વારા વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રણ મેચોની ટી-20 સિરીઝમાં ભારતીય બેટ્સમેન કેએલ રાહુલના સ્થાને ઋતુરાજ ગાયકવાડને સામેલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઓલરાઉન્ડર ખેલાડી અક્ષર પટેલના સ્થાને દિપક હુડાને સ્થાન આપવામાં આવ્યું છે. આ બંને ખેલાડીઓ ટીમ ઇન્ડિયાના સ્ટાર ખેલાડીઓ છે.

ઋતુરાજ ગાયકવાડ હાલમાં ખૂબ જ ઘાતક ફોર્મમાં ચાલી રહ્યો છે. તેણે આઇપીએલ અને વિજય હજારે ટ્રોફીમાં પણ જબરદસ્ત પ્રદર્શન કર્યું છે. આ ઉપરાંત દિપક હુડાની વાત કરીએ તો તે બોલિંગ ઉપરાંત બેટિંગમાં પણ માહેર છે. તે હાલમાં ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાના સ્થાને ખૂબ જ મહત્વપૂર્ણ કામ કરી રહ્યો છે.

વેસ્ટ ઇન્ડીઝ સામેની ટી-20 સિરીઝમાં કેએલ રાહુલ ગેરહાજર છે. આ ઉપરાંત જસપ્રીત બુમરાહને પણ આ સિરીઝ દરમિયાન આરામ આપવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં ટીમ ઇન્ડિયાના વાઇસ કેપ્ટન તરીકે રિષભ પંતની પસંદગી કરવામાં આવી શકે છે, કારણ કે આ બંને ખેલાડીઓ પછી તે સૌથી મોટો દાવેદાર ગણાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *