રહાણે અને પુજારાની કારકિર્દી સમાપ્ત, શ્રીલંકા સામેની સિરીઝમાં આ બે ઘાતક ખેલાડીઓની ટીમ ઇન્ડિયામાં થશે એન્ટ્રી…
ભારતીય ટીમ હાલમાં સાઉથ આફ્રિકા સામે ત્રણ મેચની ટેસ્ટ સીરીઝ પૂર્ણ થયા બાદ ત્રણ મેચોની વનડે સિરીઝ રમી રહી છે. ભારતીય ટીમે ટેસ્ટ સીરીઝમાં હાર મેળવી હતી. પરંતુ વનડે સિરીઝમાં જીત હાંસલ કરવા માટે પ્રયત્ન કરશે. આફ્રિકા પ્રવાસ પુર્ણ થયા બાદ ઘર આંગણે શ્રીલંકાની ટીમ બે ટેસ્ટ મેચ અને ત્રણ વનડે મેચ રમવા આવવાની છે.
શ્રીલંકા સામેની ટેસ્ટ સીરીઝમાં ઘણા યુવા ખેલાડીઓને તક આપવામાં આવી શકે છે. ભારતીય ટીમમાં છેલ્લા ઘણા સમયથી ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણે ખરાબ ફોર્મ સામે ઝઝુમી રહ્યા છે. આ ઉપરાંત આ બંને ખેલાડીઓને અનુભવના કારણે તક આપવામાં આવી હતી. પરંતુ તે સતત ફ્લોપ સાબિત થતા હતા.
ટેસ્ટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અજિંક્ય રહાણેએ ઘણા લાંબા સમયથી એક પણ સદી ફટકારી નથી. તે છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમ માટે કંઈ ખાસ કરી શક્યો નથી. આવી જ રીતે ચેતેશ્વર પુજારા પણ રન મારવામાં સફળ થયો નહીં. ભારતીય ટીમની દિવાલ કહેવાતો આ ખેલાડી નિયમિત રીતે રન બનાવી શક્યો નહીં. હવે આ બંને ખેલાડીઓને ટીમમાંથી બહાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
શ્રીલંકા સામેની ટેસ્ટ સીરીઝમાં પસંદગીકારો દ્વારા યુવા ખેલાડીઓને તક આપવામાં આવી શકે છે. ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણેના સ્થાને આ બંને યુવા ખેલાડીઓને તક મળી શકે છે. તાજેતરમાં ડોમેસ્ટિક ટુર્નામેન્ટ અને આઈપીએલ માંથી ઘણા ખેલાડીઓ ભારતીય ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરે છે. તો ચાલો જાણીએ કયા ખેલાડીઓને સ્થાન મળશે.
તાજેતરમાં સારા ફોર્મમાં ચાલી રહેલા શુભમન ગિલને ચેતેશ્વર પુજારાની જગ્યાએ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરીઝમાં તક મળી શકે છે. આ ખેલાડી ઘણા લાંબા સમય બાદ ટીમમાં પરત ફરતો જોવા મળી શકે છે. તે જ સમયે અજિંક્ય રહાણેના સ્થાને હનુમા વિહારીને તક મળી શકે છે. હનુમા વિહારી તાજેતરમાં વિરાટ કોહલીના સ્થાને આફ્રિકા સામેની બીજી ટેસ્ટ મેચમાં સારું પ્રદર્શન કર્યું હતું.
ઘણા લાંબા સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહેલા અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પૂજારાને બહાર થવાનો સમય આવી ગયો છે. તેના સ્થાને યુવા ખેલાડી શુભમન ગિલ અને હનુમા વિહારીને તક મળી શકે છે. આ તકનો લાભ ઉઠાવીને આ બંને ખેલાડીઓ ભારતીય ટીમમાં પોતાનું સ્થાન કાયમી કરી શકે છે અને લાંબા સમય સુધી ભારતીય ટીમને લાભ મળી શકે છે.