રોહિતને ગમતો ખેલાડી પડતો મુકી કોહલી આ ખેલાડીને આપશે ટીમમાં સ્થાન…

આઇસીસી ટી 20 વર્લ્ડકપ 2021 ની શરૂઆત 17 ઓક્ટોબરથી થઇ ગઇ છે. સુપર 12ની મેચો 23 ઓક્ટોબરથી શરૂ થશે. તે પહેલા ભારતે બે પ્રેક્ટિસ મેચ રમી હતી. જેમાં ભારતે ઇંગ્લેન્ડને સાત વિકેટે હરાવ્યું હતું અને ગઇકાલે એટલે કે બુધવારના રોજ ભારતે ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે હરાવ્યું હતું.

ભારત પોતાની પહેલી મેચ 24 ઓકટોબરના રોજ પાકિસ્તાન સામે રમી પોતાના અભિયાનની શરૂઆત કરશે. તમને જણાવી દઇએ કે, અત્યાર સુધીમાં ટી 20 વર્લ્ડકપમાં ભારત પાકિસ્તાન સામે હાર્યું નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધી ટી 20 વર્લ્ડકપમાં 5 મેચો રમાઇ છે. જેમાં તમામ મેચો ભારતે જીતી છે.

તમને જાણીને નવાઇ લાગશે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે 24 ઓકટોબરના રોજ દુબઇમાં રમાનારી મેચની ટિકિટ માત્ર એક કલાકમાં વેચાઇ ગઇ હતી. આ મેચ જોવા માટે દર્શકો લાંબા સમયથી રાહ જોઇ રહ્યા છે કારણ કે ભારત અને પાકિસ્તાન માત્ર આઇસીસી ઇવેન્ટમાં જ ટકરાઇ છે.

ભારતના દરેક ખેલાડીઓ હાલ ઘાતક ફોર્મમાં ચાલી રહ્યા છે. ભારતીય ટીમમાં ઘણા બધા ખેલાડીઓ એવા છે ગમે ત્યારે મેચને પલટી શકે છે. તેથી ભારતને આ વર્ષે ટી 20 વર્લ્ડકપ જીતવા માટે સૌથી પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.

ભારતના દરેક ખેલાડીઓ પ્રેક્ટિસ મેચમાં જબરદસ્ત પ્રદર્શન કરી બતાવ્યું હતું. જેના કારણે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીનું ટેન્શન વધી ગયું છે. વિરાટ કોહલી ટીમ કોમ્બિનેશનને લઇને અટવાયેલો છે. પાકિસ્તાન સામેની મેચમાં ક્યાં ખેલાડીઓને સામેલ કરવા અને ક્યાં ખેલાડીને બહાર રાખવા તેને લઇ વિરાટ કોહલી મુશ્કેલીમાં મુકાયો છે.

પ્રેક્ટિસ મેચમાં રોહિત શર્માના ફેવરિટ પ્લેયર રાહુલ ચહરે ખૂબ જ રન આપ્યા હતા. તેણે ઇંગ્લેન્ડ સામેની પ્રથમ પ્રેક્ટિસ મેચમાં 4 ઓવરમાં 43 રન આપી દીધા હતા. તે દરમિયાન તેને માત્ર 1 વિકેટ મેળવી હતી. જ્યારે તેણે ઓસ્ટ્રેલિયા સામેની પ્રેક્ટિસ મેચમાં પણ ઘણા રન આપ્યા હતા.

રાહુલ ચહરના આ ખરાબ પ્રદર્શનને જોતાં લાગી રહ્યું છે કે વિરાટ કોહલી તેના સ્થાને રવિચંદ્રન અશ્વિને ટીમમાં સ્થાન આપી શકે છે કારણ કે રવિચંદ્રન અશ્વિને ઓસ્ટ્રેલિયા સામેની પ્રેક્ટિસ મેચમાં બે બોલમાં બે વિકેટ લઇને મેચ પલટી નાંખી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *