મેગા ઓક્શન પહેલાં જ પંજાબ કિંગ્સને લાગ્યો મોટો ઝટકો, આ દિગ્ગજ ખેલાડી થયો બહાર…

આઇપીએલ 2022 ખૂબ જ ધમાકેદાર થશે તેમાં કોઇ શંકાને સ્થાન નથી કારણ કે આ વર્ષે અમદાવાદ અને લખનઉ ટીમ જોડાઈને ટોટલ 10 ટીમો રમતી જોવા મળશે. આ સમયે તમામ લોકોની નજર 12 અને 13 ફેબ્રુઆરીએ યોજાનાર મેગા ઓક્શન પર રહેલી છે. તમામ ટીમોએ પોતાના રીટેન કરેલા ખેલાડીઓના લિસ્ટ જાહેર કર્યા છે. બાકીના ખેલાડીઓની પસંદગી મેગા ઓક્શનમાં કરવામાં આવશે.

આ વર્ષે પ્રથમ વખત ભવ્ય મેગા ઓક્શનનું આયોજન થવા જઈ રહ્યું છે. આ મેગા ઓક્શનમાં ટોટલ 590 જેટલા દેશ અને વિદેશના ખેલાડીઓએ હરાજી માટે પોતાના નામ નોંધાવ્યા છે. બેંગ્લોર ખાતે આ મેગા ઓક્શન 12 અને 13 ફેબ્રુઆરી એમ બે દિવસ ચાલવાનું છે. આ બે દિવસમાં તમામ ખેલાડીઓનું ભવિષ્ય નક્કી થશે. આ મેગા ઓક્શન ઘણું રસપ્રદ રહેશે.

પંજાબ કિંગ્સની વાત કરીએ તો આ ટીમે બે ખેલાડીઓને રીટેન કર્યા છે. ભારતીય ઓપનિંગ બેટ્સમેન મયંક અગ્રવાલ અને અર્શદીપ સિંહને પંજાબ કિંગ્સ દ્વારા જાળવી રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત આ ટીમ માટે મેગા ઓક્શન પહેલાં જ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. આ દિગ્ગજ ખેલાડીએ તાજેતરમાં પંજાબ કિંગ્સનો સાથ છોડ્યો છે. તો ચાલો જાણીએ આ ક્રિકેટર કોણ છે.

મેગા ઓક્શન પહેલા પંજાબ કિંગ્સના બેટિંગ કોચ વસિમ જાફરે રાજીનામું આપ્યું છે. તેણે ટ્વિટર પર રાજીનામાની જાહેરાત કરી છે. પંજાબના મુખ્ય કોચ અનિલ કુંબલે છે. પંજાબ કિંગ્સ એક પણ વખત આઇપીએલ ટાઇટલ જીતી શકી નથી. પંજાબ કિંગ્સની ટીમ 2014માં ફાઇનલમાં પહોંચી હતી. પરંતુ કેકેઆર સામે 3 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.

વસિમ જાફરે પંજાબ કિંગ્સ છોડીને ટ્વિટર પર ફની પોસ્ટ કરી હતી. તેણે કેપ્શનમાં લખ્યું હતું કે “અચ્છા ચલતા હું દુવાઓ મેં યાદ રખના”. આ ઉપરાંત તેણે મુખ્ય કોચ અનિલ કુંબલેનો અને ટીમ પંજાબ કિંગ્સનો પણ આભાર માન્યો હતો. આ ઉપરાંત આઇપીએલ 2022 માટે ટીમને શુભેચ્છા પાઠવી હતી. પંજાબ કિંગ્સ ટીમ ફરી એક વાર મુશ્કેલીમાં મુકાઇ છે.

વસીમ જાફર 150 રણજી ટ્રોફી મેચ રમનાર પ્રથમ ખેલાડી છે. આ ઉપરાંત તે આઈપીએલમાં પણ રમી ચૂક્યો છે. તેણે 2008માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતા 8 મેચોમાં 130 રન બનાવ્યા હતા. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે 10 ટીમો હોવાને કારણે મેચોની સંખ્યામાં પણ વધારો જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *