આફ્રિકા પ્રવાસ પહેલા પુજારાનો ધડાકો, કહી દીધી આ મોટી વાત…

ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝ જીત્યા બાદ હવે ભારતીય ટીમ સાઉથ આફ્રિકા પહોંચી ગઈ છે. જ્યાં આફ્રિકા સામે ત્રણ ટેસ્ટ મેચ અને ત્રણ વન-ડે મેચ રમાશે. 26 ડિસેમ્બરથી શરૂ થનારી ટેસ્ટ સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત બીસીસીઆઈ દ્વારા કરવામાં આવી છે. ત્રણ ટેસ્ટ મેચ પૂર્ણ થયા બાદ 19 જાન્યુઆરીના રોજ વનડે સિરીઝનો પ્રારંભ થશે.

આફ્રિકા પ્રવાસ પહેલા ભારતીય ટીમ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. પ્રેક્ટિસ સેશન દરમિયાન રોહિત શર્મા ઇજાગ્રસ્ત થવાને કારણે આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝમાંથી બહાર થયો છે. રોહિત શર્મા આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝમાં વાઈસ કેપ્ટનનું પદ સંભાળવાનો હતો પરંતુ હવે તેના સ્થાને કેએલ રાહુલને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામે મર્યાદિત ઓવરોની મેચ પહેલા ત્રણ ટેસ્ટ મેચની સીરીઝ રમવાની છે. ભારતીય ટીમ શુક્રવારે જોહાનિસબર્ગ પહોંચી ગઈ છે અને બોક્સિંગ ડે ટેસ્ટની તૈયારી શરૂ કરી દીધી છે. વિદેશ પ્રવાસ અંગે અનુભવી ખેલાડી પોતાના નિવેદન આપ્યા છે. સિનિયર ક્રિકેટર ચેતેશ્વર પૂજારાએ પણ ટેસ્ટ સીરીઝ પહેલા અગત્યના નિવેદનો આપ્યા છે.

પુજારાએ જણાવ્યું કે જ્યારે અમે વિદેશમાં રમીએ છીએ ત્યારે ભારતીય બોલરોએ બન્ને ટીમો વચ્ચે તફાવત ઉભો કર્યો છે. તે પછી ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝ હોય કે ઇંગ્લેન્ડ સામેની સિરીઝ હોય ભારતીય બોલરોએ જબરદસ્ત પ્રદર્શન કર્યું છે અને મને ખાતરી છે કે ભારતીય બોલરો દક્ષિણ આફ્રિકા સામેની સિરીઝમાં પણ આવું જ પ્રદર્શન કરશે.

પુજારાએ વધુમાં જણાવ્યું કે અમારા બોલરો અમારી તાકાત છે. સારી પરિસ્થિતિનો લાભ ઉઠાવીને દરેકે દરેક ટેસ્ટ મેચમાં 20 વિકેટો અપાવશે. ગયા મહિને ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ ભારતે 1-0 થી જીતી હતી. ભારતીય બોલરોને લાગે છે કે આફ્રિકા સામે ટેસ્ટ સિરીઝ જીતવાની આ શ્રેષ્ઠ તક છે.

આફ્રિકા પ્રવાસ પહેલા પુજારાએ બોલરો વિશે આવી વાત કહીને તમામ ખેલાડીઓનું મનોબળ વધાર્યું છે. પ્રથમ ટેસ્ટ સીરીઝ 26 ડિસેમ્બરના રોજ બપોરે 1:30 વાગે સેન્ચુરિયન ખાતે શરૂ થશે. સાઉથ આફ્રિકા સામે ટી 20 સિરીઝ પણ રમાવાની હતી. પરંતુ ઓમિક્રોન વાયરસના કેસોમાં વધારો થતા ટી 20 સિરીઝ રદ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *