પુજારા ઝીરોમાં ઉડતાં બીજી ટેસ્ટ મેચમાં આ ઘાતક ખેલાડી કાપી શકે છે તેનું પત્તું…

આફ્રિકા સામેની ત્રણ મેચોની ટેસ્ટ સીરીઝ 26 ડિસેમ્બરના રોજ શરુ થઇ ગઇ છે. ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણે ખરાબ ફોર્મમાં ચાલી રહ્યા હતા પરંતુ તેના અનુભવના કારણે આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં સ્થાન આપવામાં આવ્યું છે.

પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ઓપનરોએ શાનદાર શરૂઆત કરી હતી. ભારતીય ખેલાડી મયંક અગ્રવાલ અને કેએલ રાહુલ વચ્ચે 117 રનની મહત્વપૂર્ણ ભાગીદારી થઇ હતી. આ બંને ખેલાડીઓ ભારતને જીતના લક્ષ્યાંક તરફ લઇ જતા હતા. પરંતુ લાંબા સમય રમ્યા બાદ મયંક અગ્રવાલ 60 રન બનાવીને લુંગી નગીડીનો શિકાર બન્યો હતો.

મયંક અગ્રવાલના આઉટ થયા પછી ચેતેશ્વર પુજારા ક્રિઝ પર આવ્યો હતો. ચેતેશ્વર પુજારા પ્રથમ બોલે ઝીરો રન બનાવીને આઉટ થયો હતો. જે બાદ સોશિયલ મીડિયામાં પુજારાને જોરદાર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. પુજારાની ધીમી બેટિંગના કારણે ટીમ ઇન્ડિયાને જબરદસ્ત નુકસાન થઇ રહ્યું છે. હાલમાં પુજારા ભારતીય ટીમની નબળાઇ બની રહ્યો છે.

પુજારાની આ ઇનિંગ બાદ સોશિયલ મીડિયા પર ચાહકો વિવિધ પ્રકારના મિમ્સ શેર કરી રહ્યા છે. આ સમયે ઘણા લોકો પુજારા વિશે ખૂબ ખરાબ પ્રતિક્રિયા આપી રહ્યા છે. આવી સ્થિતિમાં બીજી ટેસ્ટ મેચમાં પુજારાને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળવું અસંભવ છે. તેના સ્થાને ભારતનો આ યુવા ખેલાડી ધુમ મચાવી શકે છે.

પુજારા ફ્લોપ ગયા બાદ ભારતીય ટીમમાં નંબર ત્રણ પર બેટ્સમેન તરીકે શ્રેયસ ઐયર મેદાનમાં ઉતરી શકે છે. ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ મેચમાં પ્રથમ ઇનિંગમાં સદી અને બીજી ઇનિંગમાં અડધી સદી ફટકારી હતી. આ ખેલાડી છેલ્લા ઘણા સમયથી જોરદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. આવું સારું પ્રદર્શન કરીને તેણે લોકોના દિલ જીતી લીધા છે.

શ્રેયસ ઐયર ભારતીય ટીમમાં ત્રણેય ફોર્મેટમાં રમતો ખેલાડી છે. છેલ્લા ઘણા સમયથી આ ખેલાડીનું બેટ સારું ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં આ ખેલાડી નંબર ત્રણ પર ઉતરીને શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે છે. ત્રણ ટેસ્ટ મેચ પૂર્ણ થયા બાદ 19 જાન્યુઆરીથી ત્રણ વન-ડે મેચનો પ્રારંભ થશે. આ સિરીઝ ભારતીય ટીમ જીતીને રેકોર્ડ નોંધાવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *