પૂજારાએ તોડ્યો રાહુલ દ્રવિડનો વિશ્વાસ, બીજી ટેસ્ટ મેચમાં આ ઘાતક ખેલાડી લેશે તેનું સ્થાન!

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે હાલમાં સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ પાર્ક ખાતે ટેસ્ટ મેચ રમાઇ રહી છે. જેમાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમના બેટ્સમેનોએ આ નિર્ણયને સાચો સાબિત કરી દીધો. પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ઓપનરોએ 117 રનની ભાગીદારી કરી હતી.

આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગ્સમાં ભારતીય ટીમે 327 રન બનાવ્યા હતા. ત્યારબાદ આફ્રિકાના બેટ્સમેનો બેટિંગ કરવા મેદાને ઉતર્યા હતા. જેમાં સાઉથ આફ્રિકાની ટીમ 197 રનમાં ઓલ આઉટ થઇ હતી. ત્યારબાદ બીજી ઇનિંગ્સમાં ભારતીય ટીમનો સ્કોર 174 સુધી પહોંચ્યો હતો. આફ્રિકાની ટીમને જીતવા માટે 305 રન કરવા જરૂરી છે.

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઇ રહેલી ટેસ્ટ સીરીઝમાં લાલ બોલ ક્રિકેટના નિષ્ણાત ખેલાડી ચેતેશ્વર પૂજારાએ ફરી એકવાર કેપ્ટન અને કોચને નિરાશ કર્યા હતા. ચેતેશ્વર પૂજારા પ્રથમ ઇનિંગ્સમાં ઝીરો રન બનાવીને આઉટ થયો હતો અને ત્યારબાદ બીજી ઇનિંગ્સમાં તે માત્ર 16 ના સ્કોર પર પહોંચ્યો હતો.

આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં પૂજારા પર કેપ્ટન વિરાટ કોહલી અને મુખ્ય કોચ રાહુલ દ્રવિડે ઘણી અપેક્ષાઓ સાથે પ્લેઇંગ ઇલેવનમાં તક આપી હતી. પરંતુ પૂજારાએ આ ભરોસો તોડી નાખ્યો છે. ચેતેશ્વર પૂજારાને આગામી ટેસ્ટમાં આ નિષ્ફળતાનો ભોગ બનવું પડી શકે છે. સાઉથ આફ્રીકા ટૂર પર તેની કારકિર્દી ખતમ થવા તરફ જઇ રહી છે.

ચેતેશ્વર પૂજારાના સતત નિષ્ફળ પ્રદર્શનના કારણે બીજી ટેસ્ટ મેચમાં તેનું સ્થાન યુવા બેટ્સમેન શ્રેયસ ઐયર લઇ શકે છે. શ્રેયસ ઐયરે કાનપુરના ગ્રીન પાર્ક ખાતે રમાયેલી તેની ડેબ્યૂ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં શાનદાર સદી ફટકારી હતી અને ત્યારપછી બીજી ઇનિંગમાં અડધી સદી પણ ફટકારી હતી. આ ઉપરાંત તેના નામે ઘણા રેકોર્ડ પણ નોંધાયેલા છે.

ચેતેશ્વર પૂજારાના સ્થાને શ્રેયસ ઐયરેને આફ્રિકા સામેની બીજી ટેસ્ટ મેચમાં તક આપવામાં આવી શકે છે. શ્રેયસ ઐયર હાલમાં ભારતીય ટીમના ત્રણેય ફોર્મેટમાં રમતો ખેલાડી છે. આઇપીએલમાં પણ ખતરનાક બેટિંગ કરે છે. આ ઉપરાંત તેની બેટિંગની દરેક લોકો પ્રશંસા કરી રહ્યા છે. આ ખેલાડીઓને સ્થાન આપવામાં આવે તો સફળ સાબિત થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *