પોલાર્ડે આ બે ભારતીય ખેલાડીઓને કર્યા ઇજાગ્રસ્ત, બીજી મેચમાંથી થશે બહાર…

તાજેતરમાં ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે કોલકાતાના ઇડન ગાર્ડન ખાતે ત્રણ મેચોની ટી-20 સિરીઝ રમાઇ રહી છે. જેમાં ભારતીય ટીમે પ્રથમ ટી-20 મેચમાં વેસ્ટ ઇન્ડીઝને હરાવીને જબરદસ્ત વિજય મેળવ્યો છે. 18 ફેબ્રઆરીના રોજ બીજી ટી-20 મેચ રમાવાની છે. આ સિરીઝમાં ઘણા યુવા ખેલાડીઓને પોતાની તાકાત દેખાડવાની તક આપવામાં આવી છે.

વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ ટી-20 મેચ દરમિયાન ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટ ઇન્ડિઝ ટીમે 157 રન બનાવ્યા હતા. ભારતીય ખેલાડીઓના જબરદસ્ત પ્રદર્શનના કારણે ભારતે માત્ર ચાર વિકેટ ગુમાવીને વેસ્ટ ઇન્ડીઝ સામે ભવ્ય જીત હાંસલ કરી છે.

વેસ્ટ ઇન્ડીઝ સામેની મેચ દરમિયાન પોલાર્ડની ઘાતક બેટિંગના કારણે આ બે ખેલાડીઓ ઇજાગ્રસ્ત થયા છે. આ પહેલા પણ ભારતીય ઓપનિંગ બેટ્સમેન કેએલ રાહુલ ઇજાને કારણે બહાર થયો છે. આ બે ખેલાડીઓ બીજી ટી-20 મેચ માંથી બહાર રહી શકે છે. તો ચાલો જાણીએ આ બંને ખેલાડીઓ કોણ છે.

તમને જણાવી દઇએ કે ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી વેંકટેશ ઐયરને 17મી ઓવરમાં બોલ પકડવાનો પ્રયાસ કરતી વખતે ઇજા થઇ હતી. જોકે આ પછી પણ તે મેદાન પર બેટિંગ કરવા આવ્યો હતો. મેચ પૂર્ણ થયા બાદ આ બાબતે તપાસ કરવામાં આવશે અને રિપોર્ટ આવ્યા બાદ જ આગામી નિર્ણય લેવામાં આવશે. આ ઉપરાંત એક અન્ય ખેલાડીને પણ ઇજા થઇ છે.

વેસ્ટ ઇન્ડીઝની ટીમ બેટિંગ કરી રહી હતી ત્યારે 19મી ઓવરમાં પોલાર્ડના પુલ શોર્ટના કારણે દિપક ચહરને જમણા હાથે ઇજા પહોંચી હતી. જેને કારણે તેને મેદાન છોડવું પડ્યું હતું. ત્યારબાદ હર્ષલ પટેલે છેલ્લી ઓવર કરી હતી. દિપક ચહરના હાથનું સ્કેન થયા બાદ જ તેની ગંભીરતા અંગે જાણી શકાશે. આ બંને ખેલાડીઓ પોલાર્ડના કારણે પ્રથમ મેચ દરમિયાન ઇજાગ્રસ્ત થયા હતા.

પ્રથમ ટી-20 મેચ દરમિયાન ઇજાગ્રસ્ત થયેલા બંને ખેલાડીઓની સ્થિતિ જાણ્યા બાદ નક્કી કરવામાં આવશે કે તે આગામી મેચમાં રમશે કે નહીં. જો ઇજા ગંભીર હશે તો તે બંનેને બીજી મેચમાંથી બહાર થવું પડશે. આ પહેલા પણ ભારતીય ટીમને આવા મોટા ઘણા ઝટકાઓ લાગ્યા છે. ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ પણ ઇજાને કારણે પહેલેથી બહાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *