પાકિસ્તાનની જીત ભારત માટે ફાયદાકારક, જાણો હવે કેવી રીતે ટીમ ઇન્ડિયા પહોંચશે સેમિફાઇનલમાં…

ટી 20 વર્લ્ડ કપ 2021 માં ભારતને પોતાની પ્રથમ મેચમાં પાકિસ્તાન સામે કારમી હારનો સામનો કરવો પડ્યો છે. પાકિસ્તાન સામેની હાર બાદ ભારતીય ટીમ માટે સેમીફાઇનલનો રસ્તો મુશ્કેલ બની ગયો છે. હવે ભારતીય ટીમને ટુર્નામેન્ટમાં બાકી રહેલી તમામ મેચો જીતવી પડશે. જો ભારતીય ટીમ કોઇ એક મેચ પણ હારી જશે તો તેના સેમીફાઇનલનો રસ્તો વધુ મુશ્કેલ બની જશે.

ટીમ ઇન્ડિયા બાકી રહેલી તમામ મેચો જીતી જશે તો તેને સેમિફાઇનલમાં આસાનીથી પ્રવેશ મળી જશે. ત્યારબાદ સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અથવા વેસ્ટ ઇન્ડીઝ સામે ટક્કર થઇ શકે છે. તેના માટે ભારતીય ટીમે તૈયાર રહેવું પડશે. કારણકે દર વર્ષે ભારતીય ટીમ વર્લ્ડકપમાં સેમિફાઇનલ અથવા ફાઇનલ મેચોમાં હારી જતી હોય છે.

T20 વર્લ્ડ કપ 2021માં પાકિસ્તાન સામે પ્રથમ મેચ હાર્યા બાદ ભારતીય ટીમ માટે સેમીફાઇનલમાં પહોંચવું થોડું મુશ્કેલ બની ગયું હતું. પરંતુ ગઇકાલે પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડની મેચમાં પાકિસ્તાનની જીત ભારત માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે કારણ કે ન્યૂઝીલેન્ડની આગામી મેચ ભારત સામે છે.

જો ભારત અને ન્યૂઝીલેન્ડની મેચમાં ભારત જીતી જશે તો ભારત માટે સેમિફાઇનલ રસ્તો સાફ થઇ જશે કારણ કે ભારતની આગામી મેચો અફઘાનિસ્તાન, સ્કોટલેન્ડ અને નામીબિયા સામે છે. જે મેચો ભારત માટે જીતવી સરળ રહેશે.

પાકિસ્તાને ગઇકાલની મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું છે અને બાકી રહેલી ગ્રૂપની ટીમો અફઘાનિસ્તાન, નામિબિયા અને સ્કોટલેન્ડ સામે પણ પાકિસ્તાન જીતી જશે તો પાકિસ્તાન 10 પોઈન્ટ સાથે ગ્રુપમાં ટોચ પર રહેશે. જ્યારે ભારતના 8 પોઈન્ટ હશે. આવી સ્થિતિમાં ભારત અને પાકિસ્તાન અંતિમ ચારમાં જઇ શકે છે.

ભારત અને પાકિસ્તાન સામે હાર્યા બાદ ન્યૂઝીલેન્ડ બાકી રહેલી તમામ મેચો જીતશે તેમ છતાં પણ તે માત્ર 6 પોઇન્ટ સુધી પહોંચી શકે છે જ્યારે ભારત 8 અને પાકિસ્તાન 10 પોઇન્ટ સાથે સેમિફાઇનલ માટે ક્વોલિફાય કરી જશે. તેથી ભારત અને ન્યૂઝીલેન્ડની મેચમાં ભારતની જીત જરૂરી છે. જો ભારત ન્યૂઝીલેન્ડ સામે હારી જશે તો સેમીફાઇનલની રેસમાંથી બહાર થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *