ભારતને હરાવવા માટે આ 7 ઘાતક બોલરો સાથે ઉતરશે પાકિસ્તાન, પ્લેઇંગ 11 જાહેર, જાણો કોને મળ્યું ટીમમાં સ્થાન…

ટી 20 વર્લ્ડકપ 2020 ની શરૂઆત 17 ઓક્ટોબરથી થઇ ગઇ છે. ભારત અને પાકિસ્તાન પોતાની પહેલી મેચ 24 ઓકટોબરના રોજ દુબઇમાં રમી પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ મેચને જોવા માટે દર્શકો લાંબા સમયથી રાહ જોઇ રહ્યા છે કારણ કે ભારત અને પાકિસ્તાન માત્ર આઇસીસી ઇવેન્ટમાં જ કરાઇ છે.

તમને જાણીને નવાઇ લાગશે કે આ હાઇવોલ્ટેજ મેચની ટિકિટ માત્ર એક જ કલાકમાં વેચાઇ ગઇ હતી. ભારતીય ટીમ પોતાની પહેલી મેચ પાકિસ્તાન સામે રમશે. તે પહેલા ભારત બે પ્રેક્ટિસ મેચ રમશે. જેમાં ભારતે ઇંગ્લેન્ડને પહેલી પ્રેક્ટિસ મેચમાં સાત વિકેટે હરાવ્યું હતું અને આજે ભારત પોતાની બીજી પ્રેક્ટિસ મેચ ઓસ્ટ્રેલિયા સામે રમશે.

ભારત સામેની મેચમાં પાકિસ્તાન ત્રણ ઝડપી બોલર સાથે મેદાનમાં ઉતરશે. આ ઉપરાંત ચાર ઓલરાઉન્ડર રમે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આમ કુલ સાત બોલરો સાથે ભારતને હરાવવા માટે પૂરી તૈયારી સાથે પાકિસ્તાન મેદાને ઉતરશે.

એક ખાનગી ચેનલ પાસેથી મળતી માહિતી મુજબ, પાકિસ્તાનની ટીમ મેચમાં અનુભવી ખેલાડીઓ સાથે ઉતરશે. વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રેક્ટિસ મેચમાં બાબરે અડધી સદી ફટકારી હતી. આ ઉપરાંત ફખરે 46 રનની તાબડતોડ ઇનિંગ રમી હતી.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ઓલરાઉન્ડર શાદાબ ખાન અને ઈમાદ વસીમ પણ ભારત સામેની મેચમાં મેદાને ઉતારશે કારણ કે વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રેક્ટિસ મેચમાં શાદાબ ખાને 2 ઓવરમાં માત્ર 7 રન આપ્યા હતા. જ્યારે ઈમાદે વસીમે 3 ઓવરમાં 6 રન આપી એક વિકેટ ઝડપી હતી.

ભારત સામેની મેચમાં આવી કંઇક રહેશે પાકિસ્તાનની ટીમ :- બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન, ફખર ઝમાન, મોહમ્મદ હાફીઝ, શોએબ મલિક, આસિફ અલી, શાદાબ ખાન, ઇમાદ વસીમ, શાહીન શાહ આફ્રિદી, હસન હાલી અને હરીસ રઉફ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *