ભારત સામેની મેચ માટે પાકિસ્તાને જાહેર કરી ટીમ, જાણો કોને મળ્યું સ્થાન…

ટી 20 વર્લ્ડકપ 2021 ની ધમાકેદાર શરૂઆત થઇ ગઇ છે. ભારત પોતાની પહેલી મેચ 24 ઓકટોબરના રોજ પાકિસ્તાન સામે દુબઈમાં રમી પોતાના અભિયાનની શરૂઆત કરશે. દર્શકો આ મેચને જોવા માટે રાહ જોતા હોય છે કારણ કે ભારત અને પાકિસ્તાન માત્ર આઇસીસી ઇવેન્ટમાં જ ટકરાઇ છે.

તમને જણાવી દઈએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધી ટી 20 વર્લ્ડકપમાં પાંચ મેચો રમાઇ છે. જેમાંથી પાંચે પાંચ મેચો ભારતે જીતી છે. ભારત પાકિસ્તાન સામે અત્યાર સુધી ટી 20 વર્લ્ડકપમાં હાર્યું નથી. હવે જોવાનું એ રહેશે કે શું આ વખતે પાકિસ્તાન ભારતને હરાવી શકશે.

ટી 20 વર્લ્ડકપ 2021માં ભારત અને પાકિસ્તાન 24 ઓકટોબરના રોજ દુબઇમાં ટકરાશે. આ મેચ માટે પાકિસ્તાને પોતાની ટીમ જાહેર કરી દીધી છે. ટીમ 3 ફાસ્ટ બોલરની સાથે ઉતરશે. આ સાથે જ 4 ઓલરાઉન્ડર પણ ઉતારવામાં આવી શકે છે.

ટીમના એક સૂત્રએ જીઓ ટીવી સાથે વાત કરતા કહ્યું હતું કે, આ મેચમાં અનુભવી ખેલાડીઓ સાથે ટીમ ઉતરશે. જો ફિટનેસની સમસ્યા નહીં હોય તો જે ટીમ પ્રેક્ટિસ મેચમાં રમશે તે જ ટીમ ભારતની સામે મેદાનમાં ઉતરશે.

સૂત્રએ વધુમાં કહ્યું કે, પ્લેઇંગ ઇલેવનમાં બાબર આઝમ, મહોમ્મદ રિઝવાન, ફખર ઝમા, મહોમ્મદ હફીઝ, શોએબ મલિક અને આસિફ અલીને તક મળી શકે છે. તમને જણાવી દઇએ કે, વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રેક્ટિસ મેચમાં બાબરે અડધી સદી ફટકારી હતી. જ્યારે ફખરે 46 રનની તાબડતોડ ઇનિંગ રમી હતી. હાફીઝ અને મલિક પણ બોલિંગ કરે છે.

સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી મુજબ, ઓલરાઉન્ડર શાદાબ ખાન અને ઈમાદ વસીમ પણ ભારત સામેની મેચમાં જોવા મળશે, કારણ કે વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રેક્ટિસ મેચમાં વાઈસ કેપ્ટન અને લેગ સ્પીનર શાદાબ ખાને 2 ઓવરમાં 7 રન આપ્યા હતા. જ્યારે લેફ્ટી સ્પિનર ઈમાદે 3 ઓવરમાં 6 રન આપી એક વિકેટ પોતાના નામે કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *