ભારત સામેની મેચ માટે પાકિસ્તાનની ટીમ જાહેર, જાણો કોને મળ્યું ટીમમાં સ્થાન…

ટી 20 વર્લ્ડકપ 2021ની ધમાકેદાર શરૂઆત થઇ ગઇ છે. સુપર 12ની મેચો આજથી શરૂ થવા જઇ રહી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે આવતીકાલે દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ રમાશે તે પહેલા પાકિસ્તાને પોતાની પ્લેઇંગ ઇલેવન જાહેર કરી દીધી છે.

ટી 20 વર્લ્ડકપ 2021માં ભારત પોતાની પહેલી મેચ આવતીકાલે પાકિસ્તાન સામે દુબઇમાં રમશે. પાકિસ્તાન સામેની મેચ પહેલા ભારતીય ટીમ દુબઇમાં જ જબરદસ્ત તૈયારી કરી રહી છે. તમને જણાવી દઇએ કે, ભારત અત્યાર સુધી ટી 20 વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે હાર્યું નથી.

ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધી ટી 20 વર્લ્ડકપમાં કુલ પાંચ મેચો રમાઇ છે. જેમાં તમામ મેચો ભારતે જીતી છે પરંતુ આ વખતે બાબર આજમના નેતૃત્વવાળી ટીમ કાંટાની ટક્કર આપે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઇમાં રમાનારી મેચ માટે પાકિસ્તાને પોતાની ટીમ જાહેર કરી દીધી છે. તો ચાલો જોઇએ ભારત સામેની મેચમાં કોણ કોણ મેદાનમાં ઉતરશે.

ભારત સામેની મેચ માટે પાકિસ્તાનની ટીમ :- બાબર આજમ, મોહમ્મદ રિઝવાન, ફખર ઝમાન, મોહમ્મદ હાફીઝ, શોએબ મલિક, આસિફ અલી, ઇમાદ વસીમ, શાદાબ ખાન, હસન અલી, શાહીન શાહ આફ્રિદી, હરિસ રૌફ, હૈદર અલી.

ભારત 24 ઓકટોબરના રોજ પાકિસ્તાન સામે રમી પોતાના અભિયાનની શરૂઆત કરશે. ત્યારબાદ 31 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ, 3 નવેમ્બરે અફઘાનિસ્તાન, 5 નવેમ્બરે સ્કોટલેન્ડ અને 8 નવેમ્બરે નામીબિયા સામે રમશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *