એક ભૂલને કારણે ગુમાવી મેચ…
ટી 20 વર્લ્ડકપ 2021 માં પાકિસ્તાન અત્યાર સુધીમાં બધી મેચો જીતીને સેમિફાઇનલમાં પહોંચ્યું હતું. ગુરુવારે એટલે કે 11 નવેમ્બરના રોજ રમાયેલી સેમિફાઇનલ મેચમાં પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જબરદસ્ત ટક્કર થઇ હતી. પરંતુ આ મેચમાં પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો હતો. સેમિફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
પહેલા બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમે 20 ઓવરમાં 4 વિકેટના નુકશાન પર 178 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં રિઝવાન અને ફખરે અડધી સદી ફટકારી હતી. રનનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમે શરૂઆતમાં જ બે વિકેટ ગુમાવી દીધી હતી. ઇનિંગની પહેલી જ ઓવરમાં આફ્રિદીએ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિન્ચને પેવેલિયન ભેગો કરી દીધો હતો.
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિન્ચ આઉટ થયા બાદ ઇનિંગ વોર્નર અને માર્શે સંભાળી હતી. આ બંને વચ્ચે 36 બોલમાં 51 રનની પાર્ટનરશીપ થઇ હતી. ત્યારબાદ શાદાબ ખાને માર્શને આઉટ કર્યો હતો. પાકિસ્તાન દ્વારા શરૂઆતની ક્ષણોમાં ઓસ્ટ્રેલિયા પર ઘણું દબાણ રાખવામાં આવ્યું હતું.
પાકિસ્તાનના ખેલાડી આફ્રિદીએ પહેલી ઓવરમાં 6 રન આપીને 1 વિકેટ લીધી હતી. આ ખેલાડીની પ્રશંસા ભારતીય ટીમ દ્વારા પણ કરવામાં આવી હતી. અશ્વિને તેની તસવીર શેર કરી હતી. પાકિસ્તાનના 176 રન સામે ઓસ્ટ્રેલિયાની પ્રથમ વિકેટ પહેલી જ ઓવરમાં પડી ગઇ હતી.
પાકિસ્તાનની આ એક ભૂલના કારણે મેચ હારી ગયુ હતું. હસને 19મી ઓવરના ત્રીજા બોલ પર મેથ્યુ વેડનો કેચ છોડ્યો હતો. ત્યાર પછી મેથ્યુ વેડે સતત 3 બોલ પર 3 સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી હતી. જો કેચ ન છોડ્યો હોત તો મેચ જીતી શકાય તેમ હતી. આ અગાઉ પણ પાકિસ્તાના ખેલાડીઓ દ્વારા ઘણા બધા કેચ છોડવામાં આવ્યા હતા.
પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવ્યું હતું. આ બંને ટીમો વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી હતી. છેલ્લી ત્રણ ઓવર પહેલા મેચ બંને બાજુ હતી. પરંતુ પાકિસ્તાનની ભૂલના કારણે મેચ ઓસ્ટ્રેલિયા જીત્યું હતું.