મેગા ઓક્શનના પ્રથમ દિવસે ઇશાન કિશન સહિત આ 74 ખેલાડીઓ થયા માલામાલ, જુઓ સમગ્ર યાદી…

ઇન્ડિયન પ્રીમિયર લીગ પહેલા તાજેતરમાં બેંગ્લોર ખાતે મેગા ઓક્શન ચાલી રહ્યું છે. આ મેગા ઓક્શનનો પ્રથમ દિવસ પૂર્ણ થયો છે. અમદાવાદ અને લખનઉ સહિત 10 ટીમો આ જંગમાં લડી રહી છે. દરેક ટીમો પોતાના મનપસંદ ખેલાડીઓને પસંદ કરવા મોટી બોલી લગાવી રહી છે. દિગ્ગજ ખેલાડીઓને ખરીદવા માટે ઘણી ટીમો વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે.

આઇપીએલ મેગા ઓક્શન 2020ના પ્રથમ દિવસે કુલ 10 ખેલાડીઓ એવા છે કે જે દસ કરોડ રૂપિયા કે તેનાથી વધુ રકમમાં ખરીદાયા છે. ભારતનો સ્ટાર વિકેટકિપર બેટ્સમેન ઇશાન કિશન આઇપીએલ ઇતિહાસમાં યુવરાજસિંહ પછી બીજો સૌથી મોંઘો ભારતીય ખેલાડી બન્યો છે. તો ચાલો જાણીએ આઇપીએલ મેગા ઓક્શનના પ્રથમ દિવસે કયા ખેલાડીઓ કેટલામાં ખરીદાયા છે.

ઇશાન કિશન – મુંબઇ (રૂ. 15.25 કરોડ), દીપક ચહર – ચેન્નઇ (રૂ. 14 કરોડ), શિખર ધવન – પંજાબ (8.25 કરોડ), આર અશ્વિન – રાજસ્થાન (રૂ. 5 કરોડ), પેટ કમિન્સ – કોલકાતા (રૂ. 7.25 કરોડ), કાગીસો રબાડા – પંજાબ કિંગ્સ (રૂ. 9.25 કરોડ) ટ્રેન્ટ બોલ્ટ – રાજસ્થાન (8 કરોડ), શ્રેયસ અય્યર – કોલકાતા (રૂ. 12.25 કરોડ), મોહમ્મદ શમી – ગુજરાત (6.75 કરોડ), હર્ષલ પટેલ – બેંગ્લોર (10.75 કરોડ), ફાફ ડુ પ્લેસિસ – બેંગ્લોર (રૂ. 7 કરોડ), ક્વિન્ટન ડી કોક – લખનૌ (6.75 કરોડ), આવેશ ખાન – લખનઉ (10 કરોડ), ડેવિડ વોર્નર- દિલ્હી (રૂ. 6.25 કરોડ), મનીષ પાંડે – લખનઉ (4.50 કરોડ), શિમરોન હેટમાયર – રાજસ્થાન (8.50 કરોડ), રોબિન ઉથપ્પા – ચેન્નઇ (2 કરોડ), જેસન રોય – ગુજરાત (2 કરોડ).

દેવદત્ત પડિક્કલ – રાજસ્થાન (7.75 કરોડ), દીપક હુડા – લખનૌ (5.75 કરોડ), ડ્વેન બ્રાવો – ચેન્નઇ (4.4 કરોડ), નીતિશ રાણા – કોલકાતા (8 કરોડ), વાનિન્દુ હસરંગા – બેંગ્લોર (10.75 કરોડ), જેસન હોલ્ડર – લખનૌ (8.75 કરોડ), વોશિંગ્ટન સુંદર – હૈદરાબાદ (8.75 કરોડ), કૃણાલ પંડ્યા – લખનૌ (8.75 કરોડ), મિશેલ માર્શ – દિલ્હી (6.50 કરોડ), અંબાતી રાયડુ – ચેન્નઇ (6.75 કરોડ), જોની બેરસ્ટો – પંજાબ (6.75 કરોડ), દિનેશ કાર્તિક – બેંગ્લોર (5.50 કરોડ), નિકોલસ પૂરન – હૈદરાબાદ (10.75 કરોડ), ટી નટરાજન – હૈદરાબાદ (રૂ. 4 કરોડ), પ્રખ્યાત કૃષ્ણા – રાજસ્થાન (10 કરોડ), લોકી ફર્ગ્યુસન – ગુજરાત (10 કરોડ), જોશ હેઝલવુડ – બેંગ્લોર (7.75 કરોડ), માર્ક વૂડ – લખનૌ (7.50 કરોડ).

ભુવનેશ્વર કુમાર – હૈદરાબાદ (4.20 કરોડ), શાર્દુલ ઠાકુર – દિલ્હી (10.75 કરોડ), મુસ્તાફિઝુર રહેમાન – દિલ્હી (2 કરોડ), કુલદીપ યાદવ – દિલ્હી (2 કરોડ), રાહુલ ચહર – પંજાબ (5.25 કરોડ), યુઝવેન્દ્ર ચહલ – રાજસ્થાન (6.50 કરોડ), અભિનવ એસ – ગુજરાત (2.6 કરોડ), ડેવાલ્ડ બ્રેવિસ – મુંબઇ (3 કરોડ), અશ્વિન હેબ્બર – દિલ્હી (20 લાખ), રાહુલ ત્રિપાઠી – હૈદરાબાદ (8.50 કરોડ), સરફરાઝ ખાન – દિલ્હી (રૂ. 20 લાખ), રિયાન પરાગ – રાજસ્થાન (3.80 કરોડ), અભિષેક શર્મા – હૈદરાબાદ (6.5 કરોડ), શાહરૂખ ખાન – પંજાબ (9 કરોડ), શિવમ માવી – કોલકાતા (7.25 કરોડ), રાહુલ ટીઓટિયા – ગુજરાત (રૂ. 9 કરોડ), કમલેશ નાગરકોટી- દિલ્હી (1.1 કરોડ), હરપ્રીત બ્રાર – પંજાબ (3.80 કરોડ), શાહબાઝ અહેમદ – બેંગ્લોર (2.4 કરોડ).

કેએસ ભારત – દિલ્હી (2 કરોડ), અનુજ રાવત – બેંગ્લોર (3.4 કરોડ), પ્રભસિમરન સિંહ – પંજાબ (50 લાખ), શેલ્ડન જેક્સન – કોલકાતા (60 લાખ), જીતેશ શર્મા – પંજાબ (20 લાખ), બેસિલ થમ્પી – મુંબઇ (30 લાખ), કાર્તિક ત્યાગી – હૈદરાબાદ (4 કરોડ), આકાશ દીપ – બેંગ્લોર (20 લાખ), વિદ્યા આસિફ – ચેન્નઇ (20 લાખ), ઈશાન પોરેલ – પંજાબ (25 લાખ), તુષાર દેશપાંડે – ચેન્નઇ (20 લાખ), અંકિત સિંહ રાજપૂત – લખનૌ (50 લાખ), નૂર અહેમદ – ગુજરાત (30 લાખ), મુરુગન અશ્વિન – મુંબઇ (1.6 કરોડ), કેસી કરિઅપ્પા – રાજસ્થાન (30 લાખ), શ્રેયસ ગોપાલ – હૈદરાબાદ (75 લાખ), જય સુચિત – હૈદરાબાદ (20 લાખ), આર સાઇ કિશોર – ગુજરાત (3 કરોડ).

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *