ઓલી પોપે (વાઈસ કેપ્ટન) કહ્યું- બુમરાહ નહીં પરંતુ આ ગુજરાતી ખેલાડીની વાપસીથી લાગી રહ્યો છે ડર, બની શકે છે હારનું કારણ…

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાજેતરમાં બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી હતી. વિશાખાપટ્ટનમ ખાતે રમાઈ રહેલ આ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે જબરદસ્ત જીત મેળવી છે. આ સાથે જ 1-1ની બરાબરી કરી લીધી છે. હવે ત્રીજી ટેસ્ટ મેચ રાજકોટ ખાતે રમાવાની છે. હાલમાં તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. બીજી તરફ ઇંગ્લેન્ડના વાઈસ કેપ્ટન દ્વારા હાલમાં એક મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું છે.

પ્રથમ બંને ટેસ્ટ મેચોમાં આપણે જોયું હતું કે ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઘાતક ફોર્મમાં જોવા મળ્યો હતો. બીજી ટેસ્ટ મેચમાં હાલમાં તેણે 9 વિકેટ લીધી હતી તે મેન ઓફ ધ મેચ બન્યો હતો. તેના કારણે ગેમ પલટો થયો હતો અને જબરદસ્ત જીત મળી હતી. તે આવનારી રાજકોટ સામેની મેચમાં પણ ઘણો મહત્વનો રહી શકે તેમ છે પરંતુ ઓલી પોપે તાજેતરમાં બુમરાહને નહીં પરંતુ આ ખેલાડીને સૌથી વધુ ઘાતક ગણાવ્યો છે.

ઓલી પોપે તાજેતરમાં ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે બુમરાહ નહીં પરંતુ આ ગુજરાતી ખેલાડીની વાપસીથી ડર લાગી રહ્યો છે. તે અમારા માટે હારનું કારણ બની શકે છે. તે રાજકોટ ખાતે અત્યાર સુધી ઘણું સારું પ્રદર્શન કરી ચૂક્યો છે. તે બોલિંગ અને બેટિંગ બંનેમાં ધમાલ મચાવી શકે છે. આ એક અગત્યની બાબત ગણી શકાય છે. તો ચાલો આપણે જાણીએ કે આ ગુજરાતી ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે ઓલી પોપે તાજેતરમાં ગુજરાતી સ્ટાર ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજા વિશે ઘણી વાતો કરી છે. તેણે જણાવ્યું હતું કે જાડેજા ઇજાને કારણે બીજી મેચમાં નહોતો પરંતુ પ્રથમ મેચમાં તેણે ઘાતક પ્રદર્શન કર્યું હતું. હવે ત્રીજી મેચમાં પણ તેની વાપસીના સમાચાર આવી રહ્યા છે. તે બોલિંગ અને બેટિંગ બંનેમાં ઘણો અગત્યનો સાબિત થઈ શકે છે. તે હારનું કારણ પણ બની શકે છે.

ઓલી પોપે વધુમાં જણાવ્યું કે જાડેજા પોતાના ઘર આંગણે રાજકોટ ખાતે ઘાતક પ્રદર્શન કરી શકે છે. તે અત્યાર સુધી ઘણી વિકેટો લઈ ચૂક્યો છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ માટે તે મેચવિનર સાબિત થઈ શકે છે. અમે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આવનારી ત્રીજી અને ચોથી મેચ બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *